રાજપીપળા પાસેના કરજણ ડેમ ખાતે ઉપરવાસ માંથી પાણીની આવક થતાં ડેમમાથી 15000 કયુસેક પાણી નદીમા છોડાયુ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

હાલ બપોરે 12 વાગ્યે સુધી ડેમની જળસપાટી 109.60 મીટરે જોકે આજના રૂલલેવલ કરતા 1 મીટર વધુ

ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમ ખાતે 1 લાખ કયુસેક પાણીની આવક થતાં વીજ ઉત્પાદન કરતા 2 યુનિટ શરું કરાયા

પાણીની આવક સામે વીજ ઉત્પન્ન કરવા 429 કયુસેક પાણીનો આઉટફલો 72000 યુુનિટ વીજ ઉત્પાદન

નર્મદા જિલ્લાસહિત ભરુચ જિલ્લાના ખેડૂતોએ માટે જીવાદોરી સમાન રાજપીપળાથી માત્ર 7 કિ મી. ના અંતરે જ આવેલ કરજણ ડેમ ખાતે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ નદીમા પાણી વધતા કરજણ ડેમની જળસપાટી મા છેલ્લા ચાર દિવસથી સતત વધારો નોંધાયો હતો, બપોરના 12 વાગ્યા સુધી કરજણ ડેમની જળસપાટી 109.60 મીટરની નોંધાઇ હોવાનું ના. કા. ઇજનેર જયેશ વાધેલાએ જણાવ્યું હતું. કરજણ ડેમ વર્તુળના સુત્રો માથી મળતી માહિતી અનુસાર કરજણ ડેમ ખાતે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ નદીમા 1 લાખ કયુસેક પાણીની આવક થતાં ડેમ ખાતેના વીજ ઉત્પાદન કરતા બે હાઇડ્રોપાવર ચાલુ કરી વીજળીનુ ઉત્પાદન હાથ ધરવામાં આવી રહયુ છે જેથી 429 કયુસેક પાણીનો આઉટ ફલો થઇ રહયો છે. દરરોજ 72000 યુનિટ વીજળીનુ ઉત્પાદન હાથ ધરવામાં આવી રહયું છે. કરજણ ડેમની જળસપાટી હાલ બપોરના 12 કલાકે 109.60 મીટરે પહોચી છે, આ સપાટી ચાર દિવસ પહેલા માત્ર 101.62 મીટરે જ આવી હતી.પરંતુ ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં સપાટીમા 8 મીટર જેટલો વધારો નોંધાયો છે. જોકે આજની સ્થિતિએ આજની તારીખે ડેમનુ રૂલલેવલ 108.69 મીટરની સપાટીએ હોવુ જોઈએ જે નર્મદા જિલ્લામા ચાર દિવસથી મુશળાધાર વરસાદ વરસ્યો હોય ને આજરોજ બપોર ના 12 કલાકે 109.60 મીટરની સપાટીએ પહોંચ્યુ હતુ. જેથી ડેમમાથી 15000 કયુસેક પાણી કરજણ નદીમા છોડાયુ છે. ડેમ હાલ 67 ટકા જેટલો ભરાયો છે, ડેેેમ ખાતે હાલ 318 MCM પાણીનો જથ્થો સંગ્રહિત છે.  
જોકે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમ ખાતે પાણીની ભારે આવક થતાં તેમજ વરસાદની આગાહી હોય ને કરજણ ડેમ મા પાણી ની કોઈ તંગી સર્જાશે નહીં નુ ડેમ સત્તાવાળાઓ કા.પા. ઇજનેર જયેશ વાધેલા સહિત ના.કા. ઇજનેર એ.વી. મહાલેએ જણાવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here