નસવાડીમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ વિજયા દશમીના પર્વને લઈ રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ આ છોટાઉદેપુર રાજપૂત સંગઠન તરફથી આ કાર્યક્રમ આયોજીત કરેલ છે જિલ્લામાંથી તમામ ગામોમાંથી ક્ષત્રિયો આ કાર્યક્રમ મા મોટી સંખ્યામાં જોડાયા હતા નસવાડી એસ બી સોલંકી વિદ્યામંદિર ખાતેથી ભવ્ય બાઇકો લઈ શોભા યાત્રા નીકળી હતી અને ઘનશ્યામસિંહજી ની જીન સુધી લઈ જવામાં આવી હતી અને શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ જીન ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સમાજના મોટાભાગના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા જેમા નસવાડી રાજવી પરિવારના ઠાકોર ઘનશ્યામસિંહજી તથા ધર્મેન્દ્રસિંહ પરમાર તથા ગોપાલસિંહ ચૌહાણ તથા લક્ષ્મણસિંહ ઉર્ફ યોગેશસિંહ તથા સુરવિરસિંહ તથા ગજેન્દ્રસિંહ સોલંકી આમ તમામ આગેવાનો આ શોભાયાત્રા મા જોડાયા હતા દરેક ક્ષત્રિય રાજપૂત માથે ફેટો અને હાથમાં તલવાર લઈ બાઇક રેલી નીકળી હતી શસ્ત્ર પૂજન શા માટે કરે છે તેનું મહત્વ શું છે તે જાણીએ અશ્વિન મહિનાની શુક્લ પક્ષના દસમા દિવસે દશેરા ઉજવાય છે અને આજે ૨૪ ઓક્ટોબર ૨૦૨૩ ના મંગળવાર ના રોજ દશેરા દેશભરમાં ઉજવવામાં આવશે આ દિવસે શસ્ત્ર પૂજનનો વિશેષ નિયમ છે દશેરાને વિજયા દશમી પણ કહેવાય છે આ દિવસે માઁ દુર્ગા અને ભગવાન શ્રીરામની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ કાર્ય શુભ ફળ આપે છે એવું પણ કહેવામાં આવે છે કે શત્રુઓ પર જીત મેળવવા માટે આ દિવસે શસ્ત્ર પૂજન કરવું જોઈએ આ પરંપરા સાથે સંબંધિત ઇતિહાસ જાણીએ દશેરા હિન્દુઓના મુખ્ય તહેવાર માંથી એક છે આ દિવસે મા દુર્ગા એ મહિસાસુર રાક્ષસનો વધ કર્યો હતો અને દેવોને તેમના આતંકથી મુક્ત કર્યા હતા આ દિવસે ભગવાન રામે રાવણ નો વધ કર્યો અને માતા સીતા ને તેની કેદમાંથી મુક્ત કર્યા હતા પ્રાચીન કાળથી સનાતન ધર્મમાં આ દિવસે શસ્ત્રની પૂજા કરવાની પરંપરા ચાલી રહી છે આ દિવસે લોકો શસ્ત્રની પૂજા સાથે વાહનોની પણ પૂજા કરે છે સાથે જ આજથી કોઈ નવું કાર્ય શરૂ કરવું શુભ માનવામાં આવે છે દશેરા કોઈપણ કાર્ય માટે શુભ છે પ્રાચીન સમયમાં ક્ષત્રિયો યુદ્ધમાં જવા માટે દશેરાની રાહ જોતા હતા એવું માનવામાં આવતું હતું કે આ દિવસે જેમ ભગવાન રામે અસત્યને હરાવીને વિજય મેળવ્યો હતો અને માતા દુર્ગા એ મહિસાસુર નામની દુષ્ટતાનો અંત લાવ્યો હતો તેવી જ રીતે દશેરાના દિવસે ગમે તે યુદ્ધ શરૂ થાય તેમનો વિજય નિશ્ચિત હતો અને જીન ખાતે જઈ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here