ખત્રી વિદ્યાલય બોડેલીમાં ફાયર સેફટીની તાલીમ યોજાઇ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ બોડેલી ખત્રી વિદ્યાલય મુકામે યુનિક ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સરકાર શ્રી વિદ્યાર્થીઓના રોજગારને લઈ વધુ ચિંતિત હોય ત્યારે ફાયર સેફટી ને લઇ યુનિક ગ્રુપ એજ્યુકેશનની ટીમે સાહસિક કરતબો દ્વારા જ્યારે આગ લાગે ત્યારે આપણે શું કરવું જોઈએ સાથે વિડીયો માર્ગદર્શન દ્વારા અદ્ભૂત માહિતી પૂરી પાડી હતી. વધુમાં સેફટી ઓફિસર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ધોરણ ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કરી પણ સેફ્ટી તાલીમ સાથે કમ્પ્યુટર,નર્સિંગ, સેનેટરી,લેબ,નર્સિંગ જેવા અનેક કોર્સમાં તાલીમ મેળવી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પ્રાઇવેટ કે સરકારી નોકરીઓની તક નો લાભ લઇ શકે છે.અને ક્યારેય શાળામાં ,ઘરે આગ લાગે,શોટસર્કિટ થાય તો કયા પ્રકારની તકેદારી રાખવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.આ તકે શાળાના આચાર્યશ્રી યુ.વાય.ટપલા દ્વારા ઉપસ્થિત સેફ્ટી ઓફિસર તથા ટ્રેનરોનો આભાર વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here