નર્મદા જિલ્લાના ઉંચાદ ગામે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાની બળજબરી કરનારા નરાધમ ને અદાલતે ત્રણ વર્ષની સજા ફટકારી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

યુવતી ને શારીરિક સંબંધ નહિ બાંધવા દે તો તારા લગ્ન પણ નહીં થવા દઉં ની ધરાધમે ધમકી પણ આપી

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઓછાડ ગામે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાની બળજબરી કરનાર અને જો શારીરિક સંબંધ નહીં બાંધવા દે તો તારા લગ્ન પણ નહીં થવા દઉં ને ગર્ભિત ધમકી આપનારા નરાધમને રાજપીપળાના ડિસ્ટ્રિક્ટ સેસન જજ એને સિદ્ધિની અદાલતે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલની ધારદાર દલીલો ને ગ્રાહ્ય રાખી ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારતા રોમિયોગીરી કરનારાઓમાં ભારે ફાફડાટ ફેલાયો છે.

નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ની કોર્ટમાં ચાલેલ પોકસો કેસ નંબરઃ-૨૫/૨૦૨૨ ના કામના આરોપી મહીન ઉર્ફે મહેન્દ્રભાઈ જેન્તીભાઈ તડવી રહે.ઉચાદ તા.તિલકવાડા જી,નર્મદા,નાઓને ઈ.પી.કો. કલમ ૩૫૪, ૩૫૪(ક), ૫૦૬(૨) તથા પોકસો અધિનિયમ કલમ-૮, ૧૨ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે પોલીસ અધિક્ષક નર્મદા તથા ના.પો.અધિ.કેવડીયાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સપેકટર એમ.બી.ચૌહાણ, તિલકવાડા પો.સ્ટે.ની તપાસની ચાર્જશીટના આધારે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલ ની ધારદાર દલીલો નામ.અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર એડી.સેસન્સ જજ એન.એસ.સીદીકી એ આરોપીને ઈ.પી.કો. કલમ-૩૫૪ માં ૦૧ વર્ષની કેદ તથા રૂ.૫૦૦– ના દંડની સજા, કલમ-૩૫૪(ક) માં ૦૧ વર્ષની કેદની સજા તથા રૂ.૫૦૦⟩– ના દંડની સજા, ૫૦૬(૨)માં ૧ વર્ષ કેદ તથા રૂ.પ૦૦/– દંડની સજા તથા પોકસો અધિનિયમ કલમ-૮ માં ૦૩ વર્ષ કેદ અને રૂ.૧૦૦૦ – દંડ અને કલમ-૧૨ માં ૦૧ વર્ષ કેદની સજા તથા રૂ.૫૦૦/- દંડની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.

આ કેસ ની હકીકત મુજબ તા.૦૧/૦૬/૨૦૨૨ ના ૧૩/૧૫ વાગે આ કામના ફરીયાદી બહેન પોતાના ઘરની પાછળ રહી ઘરે જતા હતા ત્યારે તેમના ઘરની પાછળ રહેતા આ કામના આરોપીએ ફરીયાદી બહેનનો હાથ પકડી ખેંચી તેમના ઘરમાં લઈ ગયેલો હતો અને કહેતો હતો કે મારે તારી સાથે શરીર સંભોગ કરવો છે તેવી વાત કરતા ફરીયાદી બહેને ના પાડતા આરોપીએ ફરીયાદી બહેન સાથે જબર જસ્તી કરવા લાગેલ અને ફરીયાદી બહેનના શરીરે તથા છાતીના ભાગે હાથ ફેરવી તેનું મોઢું દાબી રાખી અને ફરીયાદી બહેનને જણાવેલ કે શરીર સંભોગ નહી કરવા દે તો હું તારું લગ્ન પણ બીજે નહી કરવા દઉં તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જબર જસ્તી કરી ગુનો કરેલ.

કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ ની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમા અદાલતે આરોપી ને ત્રણ વર્ષ ની સજા ફટકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here