બોડેલી તાલુકા સેવા સદન પાસે હાયવા ટ્રકના ચાલકે ટ્રેક્ટર ની અડફેટેલેતા ટ્રેક્ટરને મોટું નુકસાન ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીસેવા સદન પાસે આજરોજ બપોરના 03:00 વાગ્યાની આસપાસ ટ્રેક્ટર બોડેલી થી ડભોઈ રોડ ઉપર જઈ રહ્યો હતો ત્યારે વડોદરા તરફથી હાઇવા ટ્રક બોડેલી તરફ આવી રહ્યું હતું ત્યારે ટ્રક ના ચાલકે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા ટ્રેક્ટરને અડફેટે લીધુ હતું ટ્રેક્ટર ને ભારે મોટું નુકસાન થયું હતું અને ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવો થયો હતો ટ્રેક્ટર ચાલાક છોટાઉદેપુર જિલ્લાના દેવલીયા ગામનો રહેવાસી જાણવા મળ્યું છે આ અકસ્માતને લઈને બોડેલી સેવા સદંન પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here