ધોરાજી ખાતે માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલના સહયોગથી કાન,નાક, ગળાનો કેમ્પ યોજાયો…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ડોક્ટર. જયેશ વસેટિયન દ્વારા દિપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો. નિષ્ણાત ડોક્ટર હેમાશુ ઠક્કર નો નિદાન કેમ્પ યોજાયો. જેમાં કાન, નાક, ગળાને લગતા ૭૫ જેટલા દર્દીઓ ને નિ.શુલ્ક નિદાન કરેલ અને દવા પણ વિના મુલ્યે આપી હતી આ તકે દર્દીઓ ને રાજકોટ જુનાગઢ જેવા મહાનગરોમાં જવા ને બદલે ધોરાજી ખાતે ઘર આગણે વિનામૂલ્ય કેમ્પ યોજાયો એ બદલ માનવ સેવા યુવક મંડળ ની સેવાઓને નાગરિકો એ બીરદાવી હતી. આતકે ડોક્ટર. હેમાશુ ઠક્કર નું વિવેકાનંદ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ઓ બદલ સન્માન કરેલ હતું આ કેમ્પ ને સફળ બનાવવા માનવ સેવા યુવક મંડળ ના,ધર્મેશ બાબરીયા ,સાગર સોલંકી. રાજુભાઈ ધેલાણી સર્મપણ ગ્રુપ ના હરીશભાઈ મણીપર, અરવિંદભાઈ આશરા ડોક્ટર જયેશ વસેટીયન અને વિવેકાનંદ ગ્રુપ તમામ સિનિયર સિટીઝનો હાજર રહી કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here