નર્મદા જિલ્લામાં આજરોજ 29 પોઝિટિવ કેસ નોંધાયા કુલ પોઝિટિવ દર્દીનો આંક 4062

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવતાં 5 દર્દી ઓ ના મોત સાથે કુલ મૃત્યુ આંક 89 ઉપર પહોંચ્યો

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૦ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૬ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૫ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૪૦, હોમ આઇસોલેશનમા ૧૫૦ દરદીઓ, CHC ખાતે ૦૬ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૨૮ દરદીઓ સહિત કુલ-૨૩૯ દરદીઓ સારવાર હેઠળ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૨ મી મે, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૨૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૮ સહિત કુલ-૨૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે નર્મદા જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની સંખ્યા વધીને 4062 ઉપર પહોંચી છે.

આજરોજ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દી ઓ પૈકી પાંચ ના કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે, જે સાથે આરોગ્ય વિભાગ ના આંકડા અનુસાર મૃતકો ની સંખ્યા વધીને 89 ઉપર પહોંચી છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૦ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૧૬ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૫૦ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૫ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૪૦, CHC ખાતે ૦૬ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૨૮ દરદીઓ સહિત કુલ-૨૩૯ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૭૭૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૩૩ સહિત કુલ-૧૬૦૯ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા.૨૨ મી મે, ૨૦૨૧ ના રોજ શંકાસ્પદ-૦૧, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૦૩ અને કન્ફર્મ કોવિડ ડેથ-૦૧ દરદીનું મૃત્યુ થયેલ છે. આજદિન સુધી શંકાસ્પદ-૪૩, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૦ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૬ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

નર્મદા જિલ્લામાં આજે તા.૨૨ મી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૨,૯૭૪ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૨૨૭ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૮૩૫૭ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૩૦૧૬ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here