ગારીયાધાર કુંભારવાડામાં વિધાનસભા 2022 પહેલા જ વિકાસનો ડેમ તૂટ્યો.. ગંદી ગટરના પાણી લોકોના ઘરમાં ઘુસ્યા… રોગચાળાનો ભય..!!

ગારીયાધાર, આરીફ દિવાન (મોરબી) :-

હાલ ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી અંતર્ગત ગ્રામ્ય વિસ્તાર મા બિન હરીફ સમરસ કરવા માટે રાજકીય નેતાઓ ધમપછાડા કરી રહ્યા જેમાં અમુક ગ્રામ્ય વિસ્તારોમાં બિન હરીફ કરવામાં ગામજનો ના સહયોગ અને ગામો ની એકતા અંતર્ગત અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી ના ફોર્મ ભર્યા પહેલા જ બિન હરીફ સરપંચ ઉપસરપંચ ની વરણી કરવામાં આવી છે અને અમુક ગામમાં સમરસ ગ્રામ પંચાયત બન્યા છે તેવા ગામોનો વિકાસ કેવો અને કેટલો તે તો આવનાર સમય જ કહેશે!
પરંતુ વિધાનસભા 2022 ચૂંટણી આવ્યા પહેલા જ વિકાસ નો ડેમ તૂટી ગારીયાધાર ના કુંભારવાડામાં લોકોના ઘરે ઘરે વગર ચોમાસે ગંદી ગટરના પાણી ઘરમાં ઘૂસી ગયા હોવાથી લોકોના આરોગ્ય જોખમમાં રહ્યું છે કોરોના મહામારી બાદ મિક્ષણ ઋતુ મા લોકોના આરોગ્યને ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળાનો ભોગ બનવાનો ભય સતત રહ્યો છે એવા સમયે મોટાભાગે સ્વચ્છતાનો અભાવ સતત રહેતોહોય તેમ જુદા જુદા શહેર જીલ્લા ના બનાવો અખબારોના સમાચાર બની રહ્યું છે ત્યારે ગારીયાધાર ના કુંભારવાડામાં પણ સ્વચ્છતાનો અભાવ રહ્યો છે જેના પરિણામે તકવાદી નેતાઓની કૃપાથી સમસ્યાનો ભોગ મતદાર પ્રજા બની રહી છે ઘરો માં ઘૂસેલા ગટરના ગંદા પાણી ગારીયાધાર કુંભારવાડામાં તલાવડા ની માફક ફરી વળતા રોગચાળાનો લોકો ભોગ બનવાનો ભય સતત રહ્યો છે ત્યારે ખરા અર્થમાં વિકાસ ક્યારે? પ્રજા ને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નેતાઓ નિષ્ફળ નીવડયા હોય છતાં જન આશીર્વાદ યાત્રા લઈને લોકોના આશીર્વાદ લેવા નીકળે એ કેટલું યોગ્ય!? આઝાદીકા અમૃત પ્રજા ચિંતક મીઠાસ કેવી? સ્નેહમિલન કાર્યક્રમ કરી લાખો કરોડોના ખર્ચા કરવામાં આવતા હોય તો સામાન્ય સમસ્યા હળવી કરવા પાછળ લાખો કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ? કે પછી ગ્રાન્ટ પણ વિકાસની જેમ કાગળ પર જ! એવા અનેક પ્રશ્નો ગારીયાધાર કુંભારવાડામાં મતદાર પ્રજા ઉઠવા પામ્યા છે હાલ તકવાદી નેતાઓની કૃપાથી વિકાસ નો ડેમ તૂટી ગયો હોય અને તેના કારણે ગારીયાધાર કુંભારવાડામાં લોકોના ઘરમાં ગંદા પાણીના તલાવડા ના રૂપે વિકાસ ઘરે ઘરે રોગચાળાનો ભય ઊભો કરી રહ્યો હોય તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here