પંચમહાલના ગોધરા તાલુકાના કાંકણપુર,મેહલોલ,ભાટપુરા ખાતે વન્ય પ્રાણીઓની ઓળખ,પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણ અર્થે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરાયું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

વન વિભાગ દ્વારા કોટડા પ્રાથમિક શાળામાં વન્ય પ્રાણીઓના મહત્વને ઉજાગર કરવા ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયું

પ્રાણીઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ,તેઓનું રક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી રાજ્યભરમાં તારીખ ૨ થી ૮ ઓકટોબર ૨૦૨૩ દરમિયાન ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે પંચમહાલ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વન વિભાગના આર.એફ.ઓ.શ્રીમતી માધવિકા જે.વિરપુરાના માર્ગદર્શન હેઠળ ગોધરા પશ્ચિમ રેન્જ વન વિભાગે ગોધરા તાલુકાના કાંકણપુર, મેહલોલ,ભાટપુરા ગામે વન્ય પ્રાણીઓની ઓળખ,પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણ અર્થે ગામે ગામે વન વિભાગના સ્ટાફ દ્વારા મુલાકાત લઈ જન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોધરા પશ્ચિમ રેન્જ વન વિભાગના ફોરેસ્ટરશ્રી એચ.કે.ગઢવી, શ્રી કે.એચ.ડામોર, શ્રી જી.એમ.પરમાર, ગાર્ડશ્રી એમ.પી.ખાંટ, શ્રી એસ.વી.પરમાર સહિતના અધિકારીશ્રીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહીને વન્ય પ્રાણી સપ્તાહ”ની ઉજવણી થકી પ્રકૃતિ પ્રત્યે આદરની ભાવના ઉજાગર થાય તેઓ પ્રત્યે જીવદયા, કરુણાના ભાવ હેતુ મહત્વ સમજાવી જન જાગૃતિ હાથ ધરવામાં આવી હતી. આ સાથે કોટડા પ્રાથમિક શાળામાં વન્ય પ્રાણીઓના મહત્વને ઉજાગર કરવા ચિત્રકામ સ્પર્ધા આયોજીત કરી વિજેતા બાળકોને નોટબુક, બોલ પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના બાળકોને ગુજરાતના સાપ તથા તેનું મહત્વ અને કરડે ત્યારે શું કરવું,શું ન કરવું તે અંગે સમજ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here