દેવભૂમી દ્વારકા : ભાટીયા ગામે શ્રી સી. આર. પાટીલજીના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે દીર્ઘાયુ શુભેચ્છા પાઠવાતા ચારેકોર ચર્ચાઓ…

દેવભૂમી દ્વારકા, પ્રવાસી પ્રતિનિધિ :-

ગુજરાત રાજ્યના યશસ્વી અને કર્મઠ એવા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય શ્રી સી. આર. પાટીલજીના જન્મદિવસ નિમિત્તે તેઓને દીર્ઘાયુની શુભેચ્છા સહ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ટેલિફોનિક શુભેચ્છા પાઠવવાની પદ્ધતિથી કંઈક વિશેષ કરી ગુજરાત BJP ના બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી ઉદયભાઇ કાનગડ ના માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી ડી .એલ .પરમાર સાહેબ દ્વારા વિવિધ ગરીબ લક્ષી અને બાળકોને પોષણ લક્ષી કાર્યક્રમનું આયોજન કરી જન્મદિન શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
કલ્યાણપુરના ભાટિયા ગામે શ્રી એલ એન પરમાર શૈક્ષણિક સંકુલ ખાતે મધ્યસ્થ હોલમાં આશરે 150 કુપોષિત બાળકોને “કૈડપ્રો” પ્રોટીન પાવડરના ડબ્બાઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ જરૂરિયાત મંદ ગરીબ લોકોને ફ્રુટ વિતરણ તેમજ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ કલ્યાણપુર તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ શ્રી વેલાભાઈ ચોપડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ જેમાં અતિથિ વિશેષ તરીકે ભાટીયા ગામના સરપંચ શ્રી ના પ્રતિનિધિ શ્રી હમીરભાઇ ભાભી તેમજ કેનેડી ગામના માજી સરપંચ શ્રી રતનસિભાઈ કણજારીયા ભાટિયા ગામના આગેવાન ખીમભાઈ બકાલી, પંડ્યા જી, ગોરધનભાઈ પરમાર, પ્રિયંકભાઈ પરમાર, દિલીપભાઈ પરમાર, પટેલકા ગામના આગેવાન શ્રી દિલીપભાઈ ચૌહાણ તેમજ ખાસ કાર્યક્રમમાં યુવા પત્રકાર નિલેશભાઈ કાનાણી હાજર રહ્યા હતા અને તેઓના શુભ હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here