દેવભૂમિ દ્વારકા : ભાટિયા ગામમાં તાલુકા કક્ષાની યોગ શિબિરની ની:શુલ્ક બેન્ચની પૂર્ણાહુતી તથા બીજી બેન્ચનું રજીસ્ટ્રેશન ચાલુ

દ્વારકા,

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકા કક્ષાના યોગ કોચ પરમાર જયાબેન દ્વારા સંચાલિત પ્રથમ બેન્ચમાં પચ્ચીસ યોગ શિક્ષક(ટ્રેનર)ની શિબિરની પૂર્ણાહુતી કરેલ છે.જેમાં ૩૦(ત્રીસ) દિવસની સઘન યોગ અંગેની તાલીમ આપવામાં આવેલ તથા છેલ્લા દિવસે પ્રેક્ટિકલ તથા થીયરીનું પેપર ગુગલ ફોર્મનો ઉપયોગ કરીને ઈ પેપર લીધેલ તેમાં પાસ થયેલા વીસ ટ્રેનરોને પસંદ કરેલ છે.
આ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલજી તથા સીનીયર કોચ પ્રીતીબેન શુકલના માર્ગદર્સન હેઠળ પૂર્ણ થયેલ છે તથા યોગ કોચ જયાબેન દ્વારા નવી બેન્ચમાં નિ:શુલ્ક ટ્રેનર બનવા માંગતાને રજીસ્ટ્રેશન કરવા વિનંતી કરવામાં આવેલ છે. વધારે માહિતી માટે લોક સેવક પ્રિયંકભાઈ નો સંપર્ક નં. ૯૪૨૮૩૨૦૦૧૧,ફોર્મ મેળવવાનું સ્થળ :-શ્રી એલ.એન.પી. હાઈસ્કુલ –ભાટિયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here