તિલકવાડા નગર સહિત તાલુકા માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

આજ રોજ 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી કરતા તિલકવાડા નગર અને સાવલી ગામે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21જૂન ના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગ મનુષ્યો માટે લાંબુ આયુષ્ય પૂરું પાડે છે. પ્રથમ વખત 21 જૂન, 2015 ના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, કે જેની પહેલ યુએન જનરલ એસેમ્બલી ખાતે તેમના ભાષણ સાથે 27 સપ્ટેમ્બર, 2014 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી.

21 જૂન થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. 11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં 193 સદસ્યો દ્વારા 21 જૂનના ના રોજ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટેની દરખાસ્ત ને મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના આ પ્રસ્તાવ ને 90 દિવસમાં જ પૂર્ણ બહુમતીથી સ્વીકારવામાં આવ્યો હતો, કે જે કોઈપણ પ્રસ્તાવની મંજુરી માટેનો અત્યાર સુધીનો સૌથી ઓછો સમય છે.

આજ રોજ 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી કરતા તિલકવાડા નગર અને સાવલી ગામે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી હાલ માં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 21 જૂન વિશ્વ યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે વિશ્વ ના ઘણા દેશોએ વિશ્વ યોગ દિવસ ને આવકારી ને ઉજવણી કરી રહ્યા છે ત્યારે તિલકવાડા નગરમાં શ્રી કે એમ હાઇસ્કુલ ખાતે અને સાવલી ગામે પણ 21 જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે વ્યાયામ કરીને અનેરી ઉજવણી કરવામાં આવી હતી તિલકવાડા નગર માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાદ હસ્તાસન/શશંકાસન ભુજંગાસન તેની સાથે અનુલોમ વિલોમ /કપાલભાતિ જેવા વિવિધ પ્રકાર ના પ્રાણાયામ કરીને શરીર ને તંદુરસ્ત રાખવા માટે લોકોને સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here