સિદ્ધપુરમાંથી ગટરોના ઢાંકણાઓ,જુની મોટર, ભંગાર સહિત ૪૭,૧૦૦ ના મુદ્દામાલની ચોરી

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર નગરપાલિકાના બદ્રીપુરા તથા બુરહાની સોસાયટી સહિત અલગ અલગ વિસ્તારમાંથી ગટર ના ઢાંકણા નંગ-૫૩ કિ.૩૭૧૦૦,વોટરવર્ક્સની જુની મોટર,જૂનો વાલ તથા પાઇપોનો ભંગાર કિં.૬૦૦૦ તેમજ ફાયર સ્ટેશનમાંથી કચરાપેટીના તળિયાનો ભંગાર તથા લોખંડનો ભંગાર કિ.૪૦૦૦ મળી કુલ કિ.૪૭,૧૦૦ના મુદ્દામાલની ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.આમ નગરપાલિકા હસ્તકની વસ્તુઓની ચોરી થતા લોકોમાં તરેહતરેહ ની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સિદ્ધપુર નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટરે સિદ્ધપુર પોલીસ મથકે આપેલી ફરિયાદનુસાર સિદ્ધપુર શહેરના બદ્રીપુરા વિસ્તાર માંથી ગટરના ઢાંકણા નં-૩, સિલ્વર બેકરી ની ગલી માંથી તેમજ સૈફીપુરા પાણીની ટાંકી પાસેથી નં-૨ જ્યારે બુરહાની સોસાયટી ના ગેટ પાસેથી,લીલાશા નગર સોસાયટી પાસેથી, રાજપુર મેઈન ચોક આગળ થી,એલ.એસ.હાઈસ્કૂલ પાસેથી,નવાવાસમાં જોગણી માતાના મંદિર પાસેથી,તાહેર ફોટો સ્ટુડિયોની સામેની ગલી માંથી ૧-૧ એમ મળી કુલ -૧૩ ઢાંકણાઓ ગત ૨૯મી માર્ચ પહેલા કોઈ ઈસમ ચોરી ગયેલ આ ઉપરાંત અગાઉ બારેક માસના સમયગાળામાં નંગ-૪૦ એમ મળી કુલ-૫૩ ગટરના ઢાંકણા કિ.૩૭૧૦૦ ચોરી થયાની હકીકત ફરિયાદમાં જણાવાઈ છે.આ સિવાય વોટરવર્ક્સ વિભાગમાંથી જુની મોટર,જુનો વાલ તથા ભંગારની પાઈપોનો ભંગાર મળી કિ.૬૦૦૦ તથા ફાયર સ્ટેશનમાંથી કચરાપેટીના તળિયાનો ભંગાર તેમજ લોખંડનો ભંગાર જેની આશરે કિ.૪૦૦૦ મળી કુલ ૪૭૧૦૦ ના મુદ્દામાલનો અલગઅલગ સમયે ચોરી થયાની સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here