શહેરા તાલુકાના મીઠાલી ગામે લીલા ગાંજાની ખેતી ઝડપતા ચકચાર..

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકામાં એક ખેડૂત ને લીલા ગાંજા ની ખેતી કરવી ભારે પડી હતી. તાલુકાના મીઠાલી ગામના દલસુખ બારીયા એ પોતાના ખેતરમાં ગલગોટાની ખેતીમાં લીલા ગાંજા ના દસ છોડા રોપ્યા હતા. પ્રતિબંધિત લીલા ગાંજા ની ખેતી કરી હોવાની માહિતી પોલીસને ખાનગી રાહે મળતા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ સ્ટાફ ખેડૂતના ખેતરમાં પહોંચી જઈને તપાસ કરતા લીલા ગાંજાના છોડ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી આ મામલે પોલીસે ખેડૂત દલસુખ બારિયા સામે ગુનો નોંધીને ખેડૂતની પૂછપરછ આ મામલે શરૂ કરી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here