તિલકવાડા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઉપર કુહાડી થી હુમલો…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારતા રાજપીપળા દવાખાનામાં સારવાર હેઠળ

તિલકવાડા તાલુકા ના લીમપુરા ગામે ખેતી ની જમીન મા વાવણી કેમ કરે છે નુ કહી હુમલો કરનારા એકજ પરિવારના પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ઉપર મહેશભાઈ વણકર ઉપર લીમપુરા ગામ ખાતે જમીન ના મામલે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આપતા એકજ પરિવાર ના પાંચ ઇસમો ને પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકા ના લીમપુરા ગામ ખાતે રહેતા તિલકવાડા તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન અને ખેતી નો વ્યવસાય કરતા મહેશભાઈ દલસુખભાઈ વણકર લીમપુરા ગામ ખાતે ધરમિષટાબેન ના ખેતરમાં વાવણી નુ કામકાજ કરી રહયા હતા ત્યારે લીમપુરા ગામ માજ રહેતા આરોપીઓ 1)ચંપકભાઈ વિરમભાઈ વણકર હાથમાં કુહાડી લઇને આવેલ અને મહેશ વણકર ને ધમકી આપતા જણાવેલ કે તુ અહીંયા આ ખેતર મા કેમ વાવણી કરે છે એમ કહી બિભત્સ ગાળો બોલતા ફરિયાદી એ જણાવેલ કે આ ખેતર મે વેચાણ રાખેલ છે , વાતચીત દરમ્યાન ઉશ્કેરાઈ ને આરોપી ચંપકભાઈ વણકરે પોતાના હાથમાની કુહાડી થી હુમલો કરતાં ફરિયાદી મહેશ વણકરે કુહાડી પકડી લેતા અન્ય આરોપીઓ 2) વિરમભાઈ નાનજીભાઈ વણકર 3) પ્રવિણ વિરમભાઈ વણકર 4) ચકીબેન ચંપકભાઈ વણકર અને 5) ધનીબેન વિરમભાઈ વણકર નાઓએ આવીને પોતાના હાથમાની લાકડી દંડાઓ થી સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ને માર માર્યો હતો અને ગળુ દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપીઓ સામે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન મહેશભાઈ વણકર ની ફરિયાદ ના પગલે પોલીસે પાંચેય આરોપીઓ ની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.જયારે ઇજાગ્રસ્ત મહેશ ભાઈ વણકર રાજપીપળા ના દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here