તિલકવાડા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાતાં ધીમે ધીમે વરસાદની ભર શિયારમાં શરૂઆત થઇ હતી શિયાળામાં વરસાદી વાતાવરણ સર્જાતા ખેતી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે કુદરતી કહેર અને હાલ કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવથી ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

તિલકવાડા તાલુકામાં સામાન્ય રીતે ખેતીવાડી આધારિત જીવનધોરણ છે હાલ કપાસ તુવેર તલ દિવેલા જેવા પાકોનું વાવેતર થયેલ છે ગઈકાલે તિલકવાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે શરૂ થયેલા વરસાદને શિયાળામાં ચોમાસાની યાદ તાજી કરાવી છે ચોમાસામાં ન પડ્યો હોય તેવો વરસાદ આખો દિવસ વરસતા તિલકવાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડીના પાકો જેવા કે કપાસ તુવેર મરચી વગેરે ને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ ઊભી થઈ છે તો તુવેર ના પાક પર હાલ ફાલ આવેલ હોય તે ખરી પડશે તેમ જ કપાસના પાકને મહા મહેનતે ઉછરેલ છે પાક ખૂબ જ સારો જોવા મળેલ પણ ગુલાબી ઇયળનો કુદરતી કહેર જોવા મળતા જીંડવામાંથી નીકળેલ કપાસ કહોવાયેલો જોવા મળેલ તેમજ વરસાદને લઈને નવો ફાલ ખરી પડશે તેમ જ ફાટેલા જીંડવાનો કપાસ બગડી જવાની ભીતિ ઊભી થઈ છે સતત વરસતા વરસાદને લઈને મહામૂલો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાની થશે ની સ્થિતિ ઊભી થતાં જગતનો તાત એવો ખેડૂત ચિંતાતૂર બનેલ છે કુદરત ના આ કહેર સામે ખેડૂતો લાચાર બની ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here