નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત શાળાઓની IMIS માં એન્ટ્રી સમીક્ષા કરાઈ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

નલ સે જલ સરકારના ૧૦૦ દિવસના કેમ્પેઈન કાર્યક્રમ અંતર્ગત શહેરા તાલુકાની તમામ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પાણીની સુવિધા પૂરી પાડવા માટે પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો કચેરીના સંયુક્ત સંકલનના પરામર્શ મુજબ જિલ્લા પ્રોજેકટ કૉ.ઓર્ડીનેટર પંચમહાલની સૂચના મુજબ http://ejalshakti.gov.in ની વેબસાઈટ પર જઈ Longitude & Latitude ની માહિતી Online અપલોડ કરવાની કામગીરી હાલમાં કાર્યરત છે. સદર કામગીરી શાળા કક્ષાએથી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી બી.આર.સી.ભવન શહેરા ખાતે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, સી.આર.સી.કો.ઓર્ડીનેટર ખોજલવાસા જયપાલસિંહ એસ.બારીઆ, પથનપુર પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક પ્રદિપ આર.ચૌધરી દ્વારા આપેલ મેન્યુઅલ મુજબ ડેમો કરવામાં આવ્યો. તમામ શાળાઓને ટેગ કનેક્શનથી અંદરનું કનેક્શન, કોઈ શાળામાં પાણીનો સ્ત્રોત ઓછો હોય તો તેવી શાળાઓને પાઈપલાઈન કરીને કે મીકેનીકલ ડીપાર્ટમેન્ટ દ્વારા બોર મોટર અપાવીને તમામ શાળાઓમાં પાણીની સુવિધા આપવા માટે પ્રયત્ન કરવામાં આવશે. તમામ કામગીરી દરમિયાન કોવિડ – ૧૯ ની તમામ પ્રકારની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here