નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત બોડેલી મંડલના ઉનડા ગામે આશા વર્કરો,આંગણવાડી કાર્યકર્તાઓ,સખી મંડળો અને સ્વ સહાય જૂથોની બહેનોની બેઠક યોજાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત બોડેલી મંડલના ઉનડા ગામે આશા વર્કરો,આંગણવાડી કાર્યકર્તાઓ,સખી મંડળો અને સ્વ સહાય જૂથોની બહેનોની બેઠક લેવામાં આવી.કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા મહિલાઓ માટેની અનેક યોજનાઓ અમલમાં છે.જેનો લાભ મેળવી મહિલાઓ સશકત બની પગભર બની છે.સરકાર ઘ્વારા અનેક સહાય આપી મહિલાઓનું પગભર બની દેશના દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહી છે.આ બેઠકમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચા કારોબારી સદસ્ય અને નારી શક્તિ વંદના અભિયાનના ઇન્ચાર્જ ઉષાબેન પટેલ,છોટાઉદેપુર જિલ્લા સંગઠનમંત્રી સ્નેહાબેન,બોડેલી મંડલ મહામંત્રી પરિમલ પટેલ,બોડેલી મહિલા મોરચા મહામંત્રી જલ્પાબેન પટેલ,યુવા મોરચા મહામંત્રી કિરણસિંહ રાજપૂત સહીત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.મહિલાઓ ઘ્વારા અયોધ્યા સ્થિત પ્રભુશ્રી રામ મંદિર અંગેનો ઐતિહાસિક નિર્ણય લેવા અને પ્રભુશ્રી રામ ભગવાનનું રાષ્ટ્ર મંદિરનું લોકાર્પણ કરવા બદલ દેશના યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આભાર પ્રગટ કરતો પોસ્ટકાર્ડ લખવામાં આવ્યો હતો.પ્રભુશ્રી રામના કાર્યમાં કારસેવકોએ પોતાનું બલિદાન આપ્યું હતું તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here