તિલકવાડાના જલોદ્રા ગામે 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી

તિલકવાળા,(નર્મદા) વસીમ મેમણ

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના જલોદ્રા ગામે 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના જલોદ્રા ગામે નવી નગરીમાં રહેતા લીલાબેન ગણપતભાઇ તડવી ઉંમર વર્ષ 21ના ઓ આજ રોજ બપોરના 4.30 વાગ્યાના અરસામાં જલોદ્રા ગામે નવી નગરી ખાતે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેની જાણ તેઓના મોટા ભાઈ સુરેશભાઈ ગણપતભાઈ તાડવી ને થતા તેઓ એ લીલાબેન તડવી ને ખાનગી વાહનમાં ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા જ્યાં ફરજ ઉપર ઉપસ્થિત ડોક્ટર જાનકી શાહ અને અન્ય સ્ટાફ દ્વારા દર્દીની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.

ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતા તિલકવાડા પોલીસ દ્વારા જાણવાજોગ નો ગુનો નોંધી ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here