કાલોલ ડેરોલગામ હાઈસ્કુલમાં એક શિક્ષકને પોઝિટિવ કેસ આવતાં શિક્ષક ગણમાં ભયનો માહોલ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ નગર અને તાલુકામાં કોરોનાનાં નવા કેશો ફુટી નિકળ્યાં. કાલોલ તાલુકાનાં ડેરોલગામ હાઇસ્કુલમાં એક શિક્ષકનો કેસ પોઝિટિવ આવતાં શિક્ષક ગણમાં હફરાતફરી મચી જવાં પામી હતી. તાજેતરમાં જ કેટલાક વગૅની મંજુરીના આધારે શિક્ષીકા કાયૅ શરૂ કરવામાં આવ્યું હતું.પરંતુ હાઈસ્કુલ ના એક શિક્ષક સંક્રમણ માં આવતાં શુક્રવારે શાળાનાં આચાર્ય દ્વારા તમામ શિક્ષકોને કોવિડ-૧૯ નો ટેસ્ટ કરાવવા ડેરોલગામ ખાતે આવેલ પી.એસ.સી.માં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ આવાં સમયે આરોગ્ય વિભાગ ની ટીમની લાપરવાહીના કારણે સ્ટાફ પી.એસ.સી.ખાતે હાજરમાં હોવાનાં આક્ષેપ શાળાનાં આચાર્ય દ્વારા ટેલિફોનીક વાતચીત કરતાં જાણવા મળ્યું હતું.આ સંદર્ભે કાલોલ આરોગ્ય વિભાગને જાણ થતાં તાત્કાલિક ડેરોલ પી.એસ.સી.ના સ્ટાફ દોડતો થઈ ગયો હતો.ડેરોલગામ હાઈસ્કુલ ના લગભગ ૨૫ જેટલા શિક્ષકોની કોવિડ-૧૯ નો ટેસ્ટ કરાવતાં અન્ય એક મહીલા શિક્ષિકાનો પણ પોઝિટિવ આવ્યા હોવાનું શાળાનાં આચાર્ય સાથેની વાતચીત દ્વારા જાણવાં મળ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા ડેરોલગામની ચોક્કસ પણે સવેૅ કરી કોવિડનાં નિયમોનો સત્વરે પાલન કરાવવા માટે આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા અમલ કરાવવા માં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here