સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત આવતીકાલે ગોધરા ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો કાર્યક્રમ યોજાશે…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સમારંભના અધ્યક્ષપદે રહેશે

રાજ્યભરમાં 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બરનાં સપ્તાહની ઉજવણી સુશાસન સપ્તાહ તરીકે કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આવતીકાલે સરદાર નગરખંડ, ગોધરા ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10.00 કલાકથી યોજાનાર આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકી અધ્યક્ષપદે રહેશે. અતિથીવિશેષ પદે ગોધરાનાં ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, હાલોલનાં ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર, કાલોલનાં ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં રોજગાર/એપ્રેન્ટિસશીપ પત્રો એનાયત કરવા સહિતનાં લાભોનું વિતરણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here