ડીસા સિવિલ કોવિડ-૧૯ સેન્ટરની અર્જુનભાઇ મોઢવાડીયાએ મુલાકાત લઇ દર્દીઓની હાલત જોઇ સરકાર સામે આક્ષેપો કરાયા

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

કોગેસનો અંદરનો વિખવાદ સામે આવ્યો અર્જુનભાઇ મોઢવાડીયાની મુલાકાતને લઇ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસના પ્રમુખે તેમની સામે કર્યાં

ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર કોરોનાના દર્દીઓને તમામ જાતની સારવાર પૂરી પાડવામાં આવતી હોવાની મોટી મોટી વાતો કરી રહી છે. ત્યારે સોમવારે કોંગ્રેસના દીગ્ગજ નેતા અર્જુનભાઇ મોઢવાડીયાએ ડીસાની સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લઇ દર્દીઓની કફોડી હાલત જોઈને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે તેમની આ મુલાકાતના પગલે કોંગ્રેસના ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઇ શાહે ગંભીર આક્ષેપો કરી અર્જુનભાઇ મોઢવાડીયાની મુલાકાતને તકવાદી નેતા ગણાવ્યા હતા.

ડીસા શહેરમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણના લીધે દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને દર્દીઓને ધોગ્ય સારવાર પણ મળતી નથી. ઓક્સિજન, ઇન્જેક્શન અને બેડના અભાવે અત્યાર સુધીમાં અનેક દર્દીઓના મોત પણ નિપજ્યા છે. ત્યારે સોમવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઇ મોઢવાડીયાએ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ડીસાના પ્રકાશભાઈ ભરતીયા. શૈલેષભાઈ વ્યાસ સહીત કોંગ્રેસના કાર્યકરો સાથે ડીસા સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. તે દરમિયાન આ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી. કોરોનાના દર્દીઓને ઓક્સિજન, વેન્ટીલેટર, ઇન્જેક્શન અને બેડ માટે ફાફાં મારવા પડે છે. જેથી કરીને અર્જુનભાઇ મોઢવાડીયાએ દર્દીઓની આ કફોડી હાલત જોઇને મીડીયા સમક્ષ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે અર્જુનભાઇ મોઢવાડીયાની આ મુલાકાતને લઇ કોગ્રેસમાં પણ ભડકો થયો છે. ત્યારે કોંગ્રેસના ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઇ શાહે અર્જુનભાઇ મોઢવાડીયા ઉપર આક્ષેપો કરતાં તેમને કોંગ્રેસના સૌથી મોટા તકવાદી નેતા ગણાવ્યા છે અને પોતાના જ મત વિસ્તારમાં પ્રજાકીય પ્રશ્નોની દરકાર ક્યારેય લીધી નથી. જેના લીધે તેઓ સતત ત્રણવાર વિધાનસભામાં હારી ચૂક્યા હોવાની વાત જણાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here