ડીસા વિધાનસભા મત વિસ્તારના આમ આદમી પાર્ટીના શિક્ષિત અને સેવાભાવી ઉમેદવાર ડો. રમેશ પટેલની ચારેકોર ચર્ચાઓ…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :- તા-૨૧/૦૯/૨૦૨૨

ડો. રમેશ પટેલ ડીસા તાલુકાના ફાગુદ્રા ગામના વતની છે, જ્યારે તેઓએ M.S ઓર્થોપેડિક સર્જન તરીકેની પદવી મેળવી ત્યારથી જ તેઓને લોકસેવાની ચાહના જાગી હતી

ડીસા નગર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ડો. રમેશ પટેલ એક ડોકટર નહીં પરંતુ આમ આદમીની ઓળખ ધરાવે છે

પ્રવર્તમાન સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે દરેક શહેરો અને નગરોમાં સરકારી તેમજ અર્ધ સરકારી વિભાગોમાં સેવા આપતા કર્મચારીઓ એક પછી એક માસ સીએલ અને આંદોલનની રાહે પોતાના પડતર પ્રશ્નો તથા માંગણીઓ ને લઈને રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે જ્યારે બીજી બાજુ પેટ્રોલ, ડીઝલ, તેલ, ગેસ સહિતની રોજ વપરાશની વસ્તુઓમાં ઝીંકાઈ રહેલા ભાવ વધારાને લઈને ગૃહિણીઓના રસોડા હાય પોકારી ઉઠ્યા છે. આવા સમયે સત્તા પક્ષ માટે બાવાના બન્નેઉ બગડ્યા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે..

ત્યારે રાજ્યના રાજકારણમાં છેલ્લા કેટલાય વર્ષોથી કાકા બાપાની રાજરમત રમી ભાજપ અને કોંગ્રેસ લોકોને વાયદા અને વચનો આપી ચૂંટણી લડી રહ્યા હતા અને જનતા પાસે પણ યોગ્ય એવો ત્રીજો કોઈ વિકલ્પ ન હોવાથી લોકો પણ અસમંજસમાં મતદાન કરતા હતા, પરંતુ કોઈ પણ રાજકીય તજજ્ઞો કે વિવેચકોએ ધાર્યું કે વિચાર્યું નહીં હોય એ રીતે દિલ્હી પછી પંજાબમાં બહુમતી મેળવી આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકરણમાં પણ કંપન લઈ આવી છે.. અન્ય પક્ષો ચૂંટણી ઢંઢેરાની રાહ જોઈ હજુ તો વાયદા વચનોના વહાણો ગોઠવી રહ્યા છે એવામાં આમ આદમીના સંયોજક એવા અરવિંદ કેજરીવાલ સહિતના કાર્યકર્તાઓ જનતાનું જનતાને પરત આપવા ગેરેન્ટી કાર્ડ લઈ મેદાને ઉતરી આવ્યા છે, જેના કારણે આશરે એક જ મહિનામાં રાજ્યના છેવાડાના ગામો સુધી મફત વીજળી તેમજ અત્યાધુનિક શિક્ષણ અને આરોગ્યની ચર્ચાઓનો ડંકો વાગી રહ્યો છે…

જ્યારે રાજ્યના અનેક મત વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરેલ ગેરેન્ટી કાર્ડ સહિત ઉમેદવારોની લોકપ્રિયતા પણ સોને પે સુહાગા જેવા ચમત્કાર સર્જી રહી છે, જેનું એક જીવંત ઉદાહરણ ડીસા વિધાનસભાની સીટ પર જોવા મળી રહ્યું છે. ડીસા મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો. રમેશ પટેલ ડીસા તાલુકાના ફાગુદ્રા ગામના વતની છે, જ્યારે તેઓએ M.S ઓર્થોપેડિક સર્જન તરીકેની પદવી મેળવી ત્યારથી તેઓને લોકસેવાની ચાહના જાગી હતી માટે જ તેઓ છેલ્લા સાત વર્ષથી ડીસા નગરમાં પોતાની સેવા આપી લોકોની પીડાને દુર કરી રહ્યા છે, અને છેલ્લા અઢી વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવી રહ્યા છે…

ડીસા નગર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ડો. રમેશ પટેલ એક ડોકટર નહીં પરંતુ આમ આદમીની ઓળખ ધરાવે છે જેથી છેવાળાનો માનવી પણ મુક્ત વિચારે ડોકટર સાહેબની સાથે જોડાઈ ગયો છે..ગતરોજ ડીસાવલ સો ગામ રોહિત સમાજ દ્વારા આખોલ ગામે ઈશ્વરભાઈ મકવાણાના ત્યાં આમ આદમી પાર્ટી ડીસાના ઉમેદવાર ડૉ.રમેશ પટેલનુ સાલ અને પુષ્પમાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ સમયે સમાજના દરેક વડીલો યુવાનોએ આમ આદમી પાર્ટીને જીતડવાની ખાતરી આપી હતી. તેમજ ડીસા તાલુકાના કોચાસણા ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી જે મિટિંગમા ડીસા વિધાનસભાના ઉમેદવાર ડો.રમેશ પટેલ હાજર રહ્યા હતા…અને આયોજકો તેમજ ગામના યુવાનો વડીલો દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો.રમેશ પટેલને જંગી બહુમતીથી વિજય બનાવવાની હાકલ કરી હતી…

તદઉપરાંત ડીસામા છેલ્લા એક અઠવાડિયાથી આંગણવાડી કાર્યકર બહેનો પોતાની પડતર માંગણીઓને લઇને આંદોલન ચલાવી રહી છે છતાં આજદીન સુધી સરકારનાં એક પણ પ્રતિનિધિઓ દ્વારા હડતાળ પર બેઠેલી આંગણવાડી કાર્યકર બહેનોની મુલાકાત લીધી નથી ત્યારે ગતરોજ આમ આદમી પાર્ટીના ડીસા વિધાનસભાના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા ડીસા મામલતદાર કચેરીનાં કમ્પાઉન્ડમાં હડતાલ પર બેઠેલ બહેનોની મુલાકાત લેવામાં આવી હતી અને આંગણવાડી બહેનોની પડતર માંગણીઓને સમજી હતી ત્યારે એવું લાગી આવ્યું હતું કે આવી કાળઝાળ મોંઘવારીમાં આંગણવાડી કાર્યકર બહેનોને સરકાર દ્વારા માત્ર નજીવો પગાર આપવામાં આવી રહ્યો છે અને પગાર ના ભથ્થા કરતાં કામ વધું કરાવામાં આવી રહ્યું છે.. એ સાંભળી ડો. રમેશ પટેલે સરકારને પણ વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર બહેનોની પડતર માંગણીઓ વ્યાજબી છે અને તાત્કાલિક અસરથી તેઓની માગણીઓનો સ્વિકાર કરવામાં આવે…

ડોકટર તરીકેની સેવા આપી આપીને ટેવાઈ ગયેલા ડો. રમેશ પટેલને દુઃખી જીવોની અંતરઆત્માની અવાઝ સારી રીતે સંભળાઈ રહી છે માટેજ તેઓના સદકાર્યોની ચર્ચા, વગર પ્રચારે પણ વાયુવેગે પ્રસરાઈ રહી છે જેથી ડોકટર ગરીબોના બેલી બની આજે સૌ કોઈના લોકપ્રિય બની ગયા છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here