ડભોઇ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બાલકૃષ્ણભાઈ પટેલએ ગઢભવાની માતાના આશીર્વાદ લઈ ઉમેદવારી ફોર્મ ભર્યું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ભાજપના ઉમેદવાર શૈલેષભાઈ મહેતા પછી કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણભાઈ પટેલે પણ માં ઘઢ ભવાનીના આશીર્વાદ લઈ પ્રચાર ના શ્રી ગણેશ કર્યા.
ગુજરાત વિધાનસભાના ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે આજરોજ કોંગ્રેસ ના ડભોઇ વિધાનસભા ના ઉમેદવાર બાલકૃષ્ણભાઈ પટેલ એ ડભોઇ ના ઐતિહાસિક ગઢભવાની માતા ના મંદિરે માથું ટેકી માતાજી ના આશીર્વાદ લઈ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે રેલી સ્વરૂપે ડભોઇ ના રાજમાર્ગ પર થી કાર્યકરો ના કાફલા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા ડભોઇ નાયબ કલેકટર ઓફિસે પહોંચ્યા હતા.સાથે જ ડભોઇ તાલુકા ના કોંગ્રેસ ના હોદ્દેદારો,નગરપાલિકા કોર્પોરેટરો વડોદરા ના કોંગ્રેસ નેતા ચંદ્રકાન્ત ભથ્થું અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે બાલકૃષ્ણભાઈ પટેલ 2012 માં ડભોઇ વિધાનસભા ના ભાજપ પક્ષ ના ધારાસભ્ય રહી ચૂક્યા છે.અને 2022 માં તેઓ એ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ નો હાથ પકડતા કોંગ્રેસ દ્વારા તેઓને ટીકીટ આપી ડભોઇ વિધાનસભા ના ઉમેદવાર જાહેર કર્યા છે.ત્યારે બાલકૃષ્ણ ભાઈ એ ઉમેદવારી ફોર્મ ભરી જંગી બહુમતી સાથે જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ડભોઇ તાલુકા ના કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ,પ્રહલાદભાઈ પટેલ,સુધીરભાઈ બારોટ,ડભોઇ શહેર કોંગ્રેસ પ્રમુખ સતીષ રાવલ,સુભાષભાઈ ભોજવાણી, નૂરમોહમદ મહુડાવાલા મકબૂલ ભાઈ મરઘાવાળા સહિત મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here