મોડાસા કસ્બા વિસ્તાર, ઘોરી ચોકમાં યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુણવત્તા સભર પ્રાથમિક મેડીકલ સુવિધાઓ તદ્દન ઓછા ખર્ચે ઉપલબ્ધ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

તા.13/11/2022 ના રોજ મોડાસા કસ્બા વિસ્તાર, ઘોરી ચોક માં યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુણવત્તા સભર પ્રાથમિક મેડીકલ સુવિધાઓ તદ્દન ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવવા હજીયાણી આમેના ક્લિનિક નું ઉદધાટન હાજી યુસુફ ભાઈ મેઘરેજી અને ડૉ. જમીલ ભાઈ ખાનજી ના વરદ હસ્તે કરવા માં આવ્યું.
આ પ્રસંગે મોડાસા ના પ્રતિષ્ઠીત ડોક્ટર્સ, સમાજ ના અગ્રણીઓ અને સુભેચ્છકો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા.
યુવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નઈમભાઈ મેધરેજી, ઉપપ્રમુખ સાજીદ ભાઈ ખાનજી, સેક્રેટરી સરફરાઝ ભાઇ મેઘરેજી, સમગ્ર યુવા ગ્રુપ તેમજ મેઘરેજી પરિવાર ના તમામ સભ્યો ને આ નોબલ કાર્ય શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા.
સમાજ ના ગરીબ અને જરુરતમંદો માટે ૧૦૦% ફ્રી અને તે સિવાય ના તમામ લોકો માટે ૧૦ રુપિયા ની કેશ ફી સાથે આ કલિનીક કામ કરશે
એક પ્રયત્ન તંદુરસ્ત સમાજ માટે થીમ ઉપર સમાજ સેવાનું એક ઉમદા કામ સમાજ ના યુવાઓ દ્વારા ઉપાડવા આવ્યું તે ખૂબજ સરાહનીય અને પ્રેરણા આપનારું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here