શહેરા સુરેશભાઈ પરમારે ભારતીય જન પરિષદ પાર્ટીમાંથી સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ગુજરાતમા બે તબ્બકામાં વિધાનસભાની ચુટણી યોજાવાની છ.શહેરા વિધાનસભા બેઠક માટે ભારતીય જન પરિષદ પાર્ટીના ઉમેદવાર સુરેશભાઈ પરમાર દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.શહેરા સેવાસદન ખાતે ચુંટણી અધિકારીને પોતાનુ ફોર્મ સુપરત કર્યુ હતુ.ઉમેદવારી ફોર્મ ભરવા માટે તેમના સમર્થકો પણ હાજર રહ્યા હતા.

પંચમહાલ જીલ્લામા ચુટણીનો માહોલ જામ્યો છે.શહેરા વિધાનસભા મતવિસ્તાર માટે પણ યોજાનારી ચુટણીને લઈને રાજકીય પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે.ગુજરાતમાં હવે નવી પાર્ટીઓ પણ ચુટણી મેદાનમાં જંગે આવી છે.જેમા ભારતીય જન પરિષદ પક્ષ પ્રથમ વખત ચુટણી લડી રહ્યો છે.જેમા પાર્ટી તરફથી આ વખતે શહેરા તાલુકાના પસનાલ ગામના આગેવાન એવા સુરેશભાઈ પરમારને મેન્ડેટ આપવામા આવ્યુ છે.સુરેશભાઈ પરમારે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.અને ચુટણી અધિકારીને સુપરત કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here