કાલોલ તાલુકાના શક્તિપુરા પંચાયતના વસાવા નગરીમાં પીવાના પાણીનો પોકાર: મહિલાઓએ તાલુકા વિકાસ અધિકારીને કરી રજૂઆત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

મહિલાઓની રજૂઆત અનુસાર પાછલા એક મહિનાથી વોટર વર્કસની મોટર બળી જવા છતાં સ્થાનિક સરપંચની મોટર રિપેરિંગ માટે ધરાર ના…

કાલોલ તાલુકાના શક્તિપુરા પંચાયત સ્થિત વસાવા નગરીમાં રહેતી મહિલાઓને પાછલા એક મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા અંગે બુધવારે કાલોલ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપીને પાણીનો પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરી હતી. રજૂઆત કરવા આવેલી મહિલાઓના જણાવ્યા અનુસાર પાછલા એક મહિનાથી તેમના વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડતા પંપની મોટર બળી ગયેલી છે જે મોટરને રિપેરિંગ કરવા માટે સ્થાનિક સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં મોટર રિપેરિંગ કરવા માટે ધરાર ના પાડી દીધી છે, તદ્ઉપરાંત તમારે જે કરવું હોય એ કરી લો અને તમને બધાને જેલમાં પુરાવી દઈશ એવી ધમકીઓ આપતા હોવાના આક્ષેપો કર્યા હતા.

જોકે સમગ્ર ઘટના મામલે શક્તિપુરા પંચાયતના સરપંચે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે પાણીની સમસ્યાના નિવારણ માટે ૭/૧૦ના રોજ ગ્રામસભા બોલાવી હતી એ ગ્રામસભામાં પાણીના મુદ્દે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સરપંચ સાથે મારઝૂડ સર્જાઈ હતી. જે ગ્રામસભા મુદ્દે પોલીસ રજૂઆત પણ કરી હોવાનું સરપંચે જણાવ્યું હતું. જેથી શક્તિપુરા ગ્રામ પંચાયતની પાણીની સમસ્યા તાલુકા કક્ષાએ પહોંચતા સમસ્યાની સમીક્ષા કરવા માટે તંત્ર દોડતું થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here