ડભોઇ મોર વાલા જીનમાં ડ્રેનેજની વિકટ બનેલ સમસ્યાનું નિરાકરણ ક્યારે..!!?

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગરપાલિકા વોર્ડ નંબર 2 મોર વાલા જીન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યા ઉદ્ભવી છે જાણવા મળ્યા મુજબ ડભોઇના મોરવાલા જીન માં ભાજપના હોદ્દેદારો રહેતા હોવા છતાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણા અને ડ્રેનેજના ગંદા પાણી રોડ પર વહી રહ્યા છે ડેન્ગ્યુ મલેરિયા જેવી અનેક બીમારીઓ ઘર કરી ગઈ છે ત્યારે મોરવાલી જીન માં ડ્રેનેજની સમસ્યાનો નિરાકરણ વહેલી તકે આવે તે માટે ભાજપના વોર્ડ નંબર ૨ ના કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ નિરાકરણ આવ્યું નથી બહેરા કાન ધરાવતી ડભોઇ નગરપાલિકા અને તેના સત્તાધીશો રોગચાળો ફાટી નીકળે તેનો જવાબદાર કોણ સ્થાનિકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં ઉભરાતી ગટરો અને તેના ગંદા દૂષિત વહેતા પાણીને લઇ સ્થાનિકો અવરજવર કરવા પણ મજબુર બન્યા છે સાથે માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારતા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે વોર્ડ નંબર 2 માં ચુંટાઈ આવેલ કોર્પોરેટરોને મલાઈ ખાવા જ રસ છે શું? હવે જોવું એ રહ્યું કે નગરપાલિકા આ વિસ્તારને ઉભરાતી ગટરોથી છુટકારો અપાવે છે કે કેમ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here