ડભોઇ માર્ગ મકાન વિભાગનું અનગઢ વહીવટ અકસ્માત ટાળવા ખુલ્લા નાળા પર થેલીઓ મુકાઈ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

કરજણ રોડ પર સરક્ષણ નાળુ બનાવવાના બદલે રેતી ભરેલી થેલી મૂકી અકસ્માત રોકવાનું પ્રયાસ કરતું ડભોઇ માર્ગ અને મકાન વિભાગ

માર્ગ અને મકાન વિભાગની બેદરકારી ડભોઇ કરજણ રોડ ઉપર થરવાસા ગામ નજીક આવેલ ભયજનક અને સરક્ષણ દિવાલ વગરનું બિસ્માર નાળા ને નરી આંખે જોઈ શકાય છે. તેમજ રાત દિવસ મોટા મોટા વાહનોની અવરજવરથી ધમધમતા આ રોડ પર સાંકડા નાળાને લઈ વાહન ચાલકો કેટલીક વાર સામસામે આવી જતા અકસ્માત સર્જાવા ના ભય સાથે જીવ જોખમાય તેવી પરિસ્થિતિ સર્જાવા પામે છે જેને લઈ વાહન ચાલકોમાં તંત્રની આ ઘોર બેદરકારીને કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે સાથે ડભોઇ માર્ગ મકાનના અધિકારી પોતાની કચેરી છોડી નીકળે તો ખબર પડે અથવા તો કોઈ મોટી હોનારત થવાની રાહ જોઈ રહ્યા છે એમ વર્તાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડાક જ સમય પહેલા આ નાળુ સંપૂર્ણ રીતે તૂટી ગયું હતું જેને લઇ ડભોઇ કરજણ વાહન વ્યવહાર પણ બંધ થઈ જવા પામ્યો હતો જેના પગલે ડભોઇના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચી ગણતરીના કલાકોમાં જ નવી પાઇપો નખાવી રોડને રાબેતા મુજબ વાહન વ્યવહાર માટે ચાલુ કરાયું હતું અને જરૂરિયાત મુજબ નાળા ને લઈ સલાહ સૂચનો અપાયા હતા. પરંતુ ડભોઈ માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ દ્વારા આ કાને સાંભળી બીજા કાને કાઢી નાખી ચલતા હૈ હોતા હૈ ની નીતિ અપનાવતા હજુ સુધી આ ક્ષતીગ્રસ્ત નાણાને પહોળું કરી સરક્ષણ દિવાલ બનાવવા મા આવી નથી કાલ ઉઠી કોઈ ભયંકર અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ? એ સવાલે વાહન ચાલકોમાં ભારે જોર પકડ્યું છે જ્યારે આ નાળાનું વહેલી તકે અને પાકાપાયે કામ થાય એ જ સમયની માંગ !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here