ડભોઇ નગરપાલિકા વેરો ઉઘરાવવામાં મસ્ત અને નગરની પ્રજા ઉભરાતી ગટરોથી ત્રસ્ત !!

ડભોઇ, (વડોદરા)-સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગરપાલિકા અનેકો વખત ડ્રેનેજના પ્રશ્નને લઈ જનતાના ઘેરાવ મા રહે છે તેવામાં 2 માસ ઉપરાંત થી નગરના સોનેશ્વર પાર્ક વિસ્તારમાં ઉભરાતી ડ્રેનેજ અને રોડ ઉપર વહેતા ડ્રેનેજના દૂષિત પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પાલિકામાં રજુઆત છતાં નથી થતી કાર્યવાહી ના આક્ષેપો લાગી રહ્યા છે.

ડભોઇ નગરપાલિકા હદ વિસ્તારમાં ઉભરાતી ડ્રેનેજના પ્રશ્ન ને કારણે નગરજનોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ પાલિકા તંત્ર અંદરો અંદર ઝગડા અને પોતાની ભૂલો છુપાવા માટે ધમપછાડા કરી રહી છે.નગરપાલિકા થી સ્ટ્રીટ લાઈટ નું બિલ ન ભરાતા લાઈટ કનેક્શન કપાઈ ગયા બાદ તંત્ર માત્ર પાલિકા ને આવક થાય તે દિશામાં જ ધ્યાન આપી રહી હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે ડભોઇ નગરના છેવાળાની સોસાયટી સોનેશ્વર પાર્ક અને જોહરા પાર્કમાં છેલ્લા 2 માસ થી ડ્રેનેજના પાણી રોડ ઉપર નદીઓ ની જેમ વહી રહ્યા છે લોકોને પગમાં ડબ્બા પહેરી પસાર થવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ છે. મચ્છર ઉપદ્રવ વધી રહ્યો છે તેવામાં રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના ને કારણે રહીશો ભયભીત છે નગરપાલિકા મા અનેકો વખત લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર નિંદ્રાધીન છે ડ્રેનેજની સમશ્યા હલ કરવા ભારે માંગ ઉઠી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here