બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

માસ્ક, સેનેટાઈઝર, ચોકલેટ, ફ્રોટ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું

બાબરામાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. બાબરા શહેરમાં દુકાનદારોને તેમજ લોકોને માસ્ક, સેનેટાઈઝ, ચોકલેટ, તેમજ ફ્રોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને અપીલ કરવામાં આવી હતી કે, માસ્ક ફરજીયાત પહેરો.
આ વિતરણ બાબરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તેમજ બાબરા શહેર મિશન ન્યું ઈન્ડિયા ના અધ્યક્ષ શ્રી મુન્નાભાઈ મલકાણ, મયુરભાઈ રાવળ, પરેશભાઈ સોની, વિપુલભાઈ રાઠોડ, કાળુભાઈ સોની, નિતીનભાઈ સિધ્ધપુરા, દીપકભાઈ પડિંયા, રવિભાઈ સોની, નિરવભાઈ પોપટ, તથા ટીમ દ્રારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here