ડભોઇ પંથકમાં સરકારી ગાઇડલાઇન મુજબ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ના જન્મદિવસ નિમિત્તે ડભોઈ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ પોતપોતાના વિસ્તારમાં સ્થાનિક જુલુસ કાઢી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરાઈ

ઇસ્લામી તા. 12 રબિઉલ અવ્વલ ના દિવસે મુસ્લિમ સમુદાય દ્વારા સમગ્ર દુનિયાના અને દરેક સજીવ અને નિર્જીવ ના લીધે રહેમતુલ્લિલ આલમીન(કૃપાળુ) બનીને આવેલ તેમજ ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસ્લમ નો જન્મ દિવસ હોય મુસ્લિમ સમુદાય દ્વારા આજના દિવસે સમગ્ર જગતમાં તેમની યાદમાં તમામ શહેરો અને નગરો ના રાજમાર્ગો પર મોટી શાનો શોકત સાથે જુલુસ કાઢી આ પર્વની ઉજવણી કરાઇ છે પરંતુ હાલ કોરોના ના કારણે સરકાર શ્રી દ્વારા ઈદ-એ-મિલાદ ને લઈ જરૂરી ગાઈડ લાઈન બહાર પડાઈ હતી.
જેને અનુસરીને આજરોજ ડભોઈ શહેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા પોતપોતાના ફળીયા, શેરી, સોસાયટી વિસ્તારમાં નક્કી કરેલ ડાયરામાં સ્થાનિક જુલુસ કઢાયો હતો જેમાં જનતા નગરના આગેવાનો દ્વારા જનતા નગર થી ગોલાની હોટલ લગી જુલુસ કઢાયો હતો જેમાં નાના મોટા યુવાનો બાળકો અને વડીલો જોડાયા હતા સાથે ઝુલુસમાં ઠેક ઠેકાણે નાના બાળકોને ન્યાજ ની પણ વહેચણી કરવામાં આવી હતી જ્યારે યુવાનો દ્વારા સલામ નાત એ પાક ધાર્મિક મંત્ર અને નારાઓ સાથે જુલુસ ને આગળ ધપાવ્યું હતું.
સાથે નાના બાળકો અને ભૂલકાઓ દ્વારા ઈસ્લામી પહેરવેશ પહેરી ઈસ્લામી ઝંડા લહેરાવી જુલુસ ની રોનક વધારી હતી જ્યારે જનતા નગર ના રહીશો દ્વારા જનતા નગર થી લઇ ગોલા ની હોટલ સુધીજુલુસ કાઢી ત્યાંથી પરત ફરી જુલુસ નું સમાપન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here