પંચમહાલ જિલ્લામાં બાગાયત ખાતાની વ્યક્તિલક્ષી સહાય યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કમલમ ફ્રૂટના વાવેતરમાં સહાય સહિતની યોજનાઓમાં લાભ લેવા તા.30.09.2021 સુધીમાં અરજી કરવી

પંચમહાલ જિલ્લા માં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાઓનો લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને 2021-22 વર્ષ માટે કમલમ ફ્રુટ (ડ્રેગન ફ્રુટ)નાં વાવેતરમાં સહાય હેતુ તમામ જાતિના ખેડૂતો માટે આઈ-ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/તા.15.09.2021 થી 30.09.2021 સુઘી અરજી કરવા ખુલ્લુ મુકવામાં આવ્યું છે. તેમજ નાની નર્સરી (1 હેક્ટર), રાઈપનિંગ ચેમ્બર, રેફ્રીજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો, અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો જેવા ઘટકોમાં તમામ જાતિના ખેડૂતો માટે તા.15.09.2021 થી તા. 31.12.2021 સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સરકારશ્રી દ્વારા વનબંધુ યોજના હેઠળ નકકી કરેલ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા જાંબુઘોડા તાલુકાના અનુસૂચિત જન જાતિ(એસ.ટી.)ના લાભાર્થીઓ માટે પ્લગ નર્સરી (2 થી 5 ગુંઠા), ફળ પાકોના પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં 90 ટકા સહાય મેળવવા માંગતા હોય તેમણે તા.30.09.2021 સુધી ગ્રામ પંચાયત ખાતેના ઇ-ગ્રામ સેન્ટર પર વી.સી.ઇ મારફત અથવા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની નકલ, ૮-અ, ૭/૧૨, જાતિનો દાખલો, આધારકાર્ડ તથા આધારલિન્કડ બેંક પાસબુકની નકલ સાથે દિન-૭માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જીલ્લા2 સેવા સદન-ર, બીજો માળ, ગોધરા જી.પંચમહાલ ખાતે પહોચાડવાની રહેશે. વધુ વિગત માટે ફોન નં-૦૨૬૭૨-૨૪૦૦૩૯ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી ગોધરા જિલ્લો-પંચમહાલની અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here