ડભોઇ નગર અને તાલુકામાં હર્ષોલ્લાસ તેમજ શાંતિ પૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

10 દિવસ નું આતિથ્ય માણી આજરોજ ગણેશજી વિદાય લઈ રહ્યા છે ત્યારે ડભોઇ ના રાજમાર્ગો પર વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશજી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજે ના તાલ સાથે વાગતે ગાજતે ગણેશજી ની પ્રતિમા નું ડભોઇ ના રાજમાર્ગો પર ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસ તું જલ્દી આ ના ગગન ભેદી નારા ઓ સાથે વાતાવરણ ભક્તિ મય બન્યું હતું.ડભોઇ ના ટાવર ચોક ખાતે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા તેમજ પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી સહિત પાલિકા ના કોર્પોરેટરો અને કર્મચારીઓ તથા ડભોઇ પીઆઇ વાઘેલા અને પોલીસ સ્ટાફ દ્વારા દ્વારા તમામ મંડળ ના ગણેશજી નું ફુલહાર કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સાથે કોમી એકતા નું દ્રષ્ટાંત પૂરું પાડતા મુસ્લિમ બિરાદરો દ્વારા ટાવર ચોક ખાતે તેમજ ભારત ટોકીઝ ખાતે ઠંડા પાણીની વ્યવસ્થા કરી ગણેશ ભક્તોને ઠંડા પાણીની વ્યવસ્થા પૂરી પડાઈ હતી.અંતે હિંદુ મુસ્લિમ એકતા અને ભાઈચારા સાથે હીરાભાગોળ સ્થિત તળાવ ખાતે ભક્તો દ્વારા ભીની આખે ગણેશજી નું વિસર્જન કરવામાં આવ્યું હતું.જેમાં ડબી નગરપાલિકા તંત્ર વહીવટી તંત્ર તેમજ ડભોઇ પોલીસ સ્ટાફ દ્વારા સરળ આયોજનો કરવામાં આવ્યા હતા.ડભોઇ નગર માં હર્ષોલ્લાસ તેમજ શાંતિપૂર્ણ રીતે વિસર્જન પૂર્ણ થતાં તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here