ડભોઇ ઓટો રીક્ષા યુનિયન દ્વારા મદદનીશ કલેકટરને આવેદનપત્ર અપાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગર મા સંખ્યા બંધ રિક્ષા ચાલકો રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે ત્યારે છેલ્લા બેમાસ ઉપરાંત ના સમય થી વડોદરા જિલ્લા ટ્રાંફિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકો સાથે ખોટી રીતે ચલણ અને હેરાન ગતિ કરતા હોવાના આક્ષેપો સાથે આજે સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ડભોઇ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી હેરાનગતિ દૂર કરવા માંગ કરી હતી.

ડભોઇ નગર અને શહેર મા સંખ્યા બંધ રિક્ષા ચાલકો રિક્ષા ચલાવી પોતાના પરિવાર નું જેમ તેમ ગુજરાન ચલાવી રહયા છે.તેવામાં છેલ્લા બે માસ ઉપરાંત ના સમય થી નગર મા જુદા જુદા વિસ્તારોમાં રિક્ષા સ્ટેન્ડ ઉપર કે નગર મા ફરતી રિક્ષાઓ ને ઉભી રાખી વડોદરા જિલ્લા ટ્રાંફિક પોલીસ જવાનો મોટરવાહન અધિનિયમ હેઠળ ગુન્હા બનાવી હેરાન કરતા હોવાના આક્ષેપ ડભોઇ રિક્ષા યુનિયન દ્વારા લગાવામાં આવી રહયા છે સાથે ડભોઇ નગર મા ચાલતા ગેરકાયદેશર વાહનો ને છોડી રિક્ષા ચાલકો નેજ અવાર નવાર નિશાન બનાવતા હોવાના આરોપ સાથે રિક્ષા યુનિયન દ્વારા ડભોઇ સેવાસદન ખાતે નાયબ કલેકટર વાય.એસ કાપશે નાઓને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને પોલીસ દ્વારા થતી હેરાનગતિ દૂર થાય તે માટે માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here