ડભોઇ રહેણાક વિસ્તારમાં ચાલતી ગેરકાયદેશર વ્યવસાઈક ગતિવિધિ રોકવા ધરણા પ્રદર્શન કરતા રહીશો

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગરની બ્રોન્ચ સોસાયટી ગણાતી આયુષ કો.હાઉસિંગ સોસાયટી મા મકાન નંબર બી.57ના માલિક દ્વારા સોસાયટીમાં આવેલ રહેણાક મકાન સહકારી બેન્ક ને મંજૂરી વગર વ્યવસાય માટે ભાડે આપતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો રહેણાક વિસ્તારમાં વ્યવસાયિક ગતિવિધિ બંધ કરવાની માંગ સાથે સોસાયટી રહીશો એ પ્રતીક ધરણાનો માર્ગ અપનાવ્યો. ડભોઇ નગરની આયુષ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી રહેણાક વિસ્તાર આવેલો છે આ સોસાયટીના એક સભાસદ બી 57 મિલકતના માલિક રહેણાક મકાન ને બરોડા સેન્ટ્રલ કો- ઓપેરેટિવ બેંકને ભાડા પેટે આપી રહેણાક વિસ્તારમા સોસાયટી પાસે થી એન.ઓ.સી. કે મંજૂરી લીધા વિના વ્યવસાયિક ગતિવિધિ ગેરલાયદેશર રીતે કરી રહયા આક્ષેપ સાથે સોસાયટીના રહીશો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત નગરપાલિકા ચીફ ઓફિસર, નાયબ કલેક્ટર સહિત રિજીઓનલ મ્યુનિશિપલ કમિશનરને લેખિત રજુઆત પણ કરવામાં આવી હોવા છત્તા બેફામ બનેલ મિલકત માલિક દ્વારા ગેરકાયદેશર વ્યવસાયિક ગતિવિધિ માટે મિલકત ભાડે આપી હોઈ ત્યારે આના વિરોધમાં સોસાયટીના રહીશો રોષે ભરાઈ આ ગતિવિધિ અટકવાના ભાગ રૂપ સોસાયટી ખાતે પ્રતીક ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો આગામી સમયમાં જો આ ગતિવિધિ બંધ નહિ થાય તો ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here