બોડેલી શહેરમાં આવેલી જેસીટી ગ્રુપ દ્વારા સંચાલિત માય શાનેન સ્કૂલમાં પ્રદુષણ મૂક્ત દેશ અને ગ્લોબલ વોર્મિંગની થીમ સાથે ગણપતીની સ્થાપના કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર)/ચારણ એસ વી :-

દેશભરમાં હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે મોટા મોટા પંડાલોમાં ઘર ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી શહેરમાં આવેલી જેસીટી ગ્રુપ દ્વારા સંચાલિત માય શાનેન સ્કૂલ માં પ્રદુષણ મૂક્ત દેશ અને ગ્લોબલ વોર્મિંગ ની થીમ સાથે ગણપતી ની સ્થાપના કરવામાં આવી હતી.હાલ આપણા દેશમાં ચાલી રહેલ પ્લાસ્ટિક નાબૂદ તેમજ ઇંધણ ઉપર થતું પ્રદુષણ અટકે તે બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતી થીમ ઉભી કરાઈ હતી. તે કાર્યક્રમ ની અંદર સત્યનારાણની કથા, તેની સાથે ગણપતી દાદાને છપ્પન ભોગ નો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. તેમજ તારીખ ૬, સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ મહાઆરતી અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ માટી ના ગણપતી નું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના ચેરમેન શ્રી, ટ્રસ્ટી શ્રી, આચાર્ય શ્રીઓ , શિક્ષકગણ , વાલી શ્રીઓ અને શાળાના બંને માધ્યમ ના વિદ્યાર્થીઓ દ્વારા ગણપતી ના નારા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here