ગોધરા એલ.સી.બી. પોલીસે હાલોલ વરસડા ચોકડી પાસેથી એક નંબર વગરની બોલેરો ગાડી માથી વિદેશી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો…

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, એક નંબર વગરની સફેદ કલરની બોલેરો ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લઇ તેનો ચાલક નામે હિમંતભાઇ નાનીચાભાઇ નાચક રહે.દુણ તા.જી.છોટાઉદેપુર નાનો બોલેરો ગાડી લઈને પાંચીયાસાલ ગામ તરફથી નિકળી કાટું ચોકડી થઈ પાંચપથરા ચોકડી થઇ હાલોલ તરફ આવવા માટે નિકળેલ છે. તેવી મળેલ બાતમી આધારે ડૉ. એમ.એમ.ઠાકોર પોલીસ સબ ઈન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા શ્રી એસ.આર.શર્મા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ હાલોલ વરસડા ચોકડી પાસે નાકાબંધી કરી નીચે મુજબના પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here