હાલોલ, (પંચમહાલ) ઇરફાન શેખ :-
હાલોલ તાલુકાના બાસકા ગામ ખાતે ગ્રામ પંચાયતમાં આજ તારીખ 25/6/2023 ને રવિવારના રોજ શાંતિ સમિતિની સભા યોજાઈ હતી જેમાં પીઆઇ જાડેજા તથા પીપી ચૌહાણ સાહેબ તથા તેઓનું સ્ટાફ હાજર રહેલ.
બાસ્કા ગ્રામ પંચાયત ખાતે બંને કોમોના લોકો એકત્ર થયા હતા જેનું મુખ્ય કારણ એ જ છે કે આવનાર તહેવારોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે જેમાં પીઆઇ જાડેજા સાહેબે તેઓના નિવેદન માં જણાવ્યું હતું કે બાસ્કાના બંને પક્ષના લોકોએ એકબીજાના તહેવારોને સલામતી સાથે હળી મળીને કરવા અને અગાઉ આવનાર દિવસોમાં બકરી ઈદ નો પર્વ આવી રહ્યો છે જે શાંતિ અને સલામતીથી નિવડે તેવા વર્તનથી રહેવું અને ધ્યાન રાખો કે કોઈની પણ લાગણી દુભાય નહીં અને કોઈપણ પ્રકારનું અઘટિત થાય નહીં તેનું પણ ધ્યાન રાખવું જેવી વિવિધ બાબતો સમજાવી હતી જેનું બાસ્કાના લોકોએ ધ્યાનથી અને શાંતિપૂર્ણ સાંભળીને સત્કાર અને સન્માન કર્યું હતું.