જૈન સમાજના પરમ પૂજ્ય સાહેબ જય પુર્ણાજી મહારાજ સાહેબનું 75 મો હિરક મહોત્સવ ઉજવાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ જૈન વાગા ખાતે પરમ પૂજ્ય સાહેબ શ્રી જય પુર્ણાજી મહારાજ સાહેબના 75 માં જન્મદિવસ હિરક મહોત્સવ નિમિત્તે ત્રિ દિવસીય ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરાયું હતું.
પરમ પૂજ્ય યુગ દીવાકર શાસન પ્રભાવકઆવકાર્ય.શ્રીમદ વિજય ધર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના શુભ મિશ્રા:પરમ પૂજ્ય પ્રભાવક આવકાર્ય શ્રીમદ વિજય મહાપજ્ઞ સુરીશ્વરજી મહારાજ સાહેબ. પરમ પૂજ્ય સુરીમંત્ર સમારાધક આવકાર્ય શ્રીમદ વિજય મહાધર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાહેબ શ્રી જયપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ નું 75 મો જન્મદિવસ ત્રણ દિવસ સુધી ગુરુ ભક્તો દ્વારા જુદા જુદા કાર્યકમો યોજી ઉજવવામાં આવ્યો હતો.
જ્યારે આ દિવસે હિરક ઉત્સવમાં શ્રમણત્વ ની ઝંખના કાર્યક્રમ દરમિયાન પાલીતાણા શ્રી શત્રુંજય તીર્થના 12 ગાઉના છરી પાલિત સંઘનું મુહૂર્ત પ્રદાન, સંઘ સ્વામી વાત્સલ્ય જિનાલયમાં મહાપુજા, મહારાજ સાહેબના વધામણા, સંધ્યાભક્તિ દર્ભાવતી તીર્થના સયમી રત્નોના રત્ન કૃષિ માતા પિતાનું રૂપ્ય મુદ્રા દ્વારા બહુમાન તથા ગર્ભવતી તીર્થના જિનાલય ઉપાશ્રયના સ્ટાફના લોકોનું બહુમાન નું વિશિષ્ટ કાર્યક્રમ, આમંત્રિત મહેમાનોની સાધર્મિક ભક્તિ શ્રી ઋષિમંડળ પૂજન, જૈન એમિનેશન મુવી, જિનાલયોમાં અંગરચના સાધર્મિકને સહાય, જીવન દયા પાંજરાપોળ અનુકંપા તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક નૃત્યના કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું.
જ્યારે 26 વર્ષની ઉંમરે દીક્ષા લઈ મહારાજ સાહેબ બનેલા મહારાજ સાહેબને જીવનના 75 વર્ષ પૂર્ણ થતા ગર્ભવતીના દેરાસરોને શણગારવામાં આવ્યા હતા સાથે મહારાજ સાહેબના જન્મદિવસ નિમિત્તે પુના બોમ્બે સુરત અમદાવાદ તેમજ વડોદરા થી ગુરુ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા ત્રણ દિવસીય ભક્તિમય માહોલ સર્જાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here