જેતપુર, ખોડલધામમાં નરેશ પટેલ સાથે કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાઇ

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

કોળી સમાજના માંધાતા ગ્રુપના આગેવાનો  ખોડલધામ આવી પહોંચ્યા હતા. સાથે પાસના નેતા દિનેશ બાંભણિયા પણ જોડાયા હતા. કોળી સમાજના આગેવાનોએ મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવી દર્શન કર્યા હતા. બાદમાં માંધાતા ગ્રુપના રાજુ સોલંકી સહિતના આગેવાનો, દિનેશ બાંભણીયા અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ હતી. બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, બંને સમાજ એક થઈ ખભેખભો મિલાવી કાર્ય કરીશું એવો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગુજરાતનો વિકાસ થાય એ બંને સમાજ ઈચ્છે છે. બંને સમાજ સાથે મળીને કામ કરશે નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વીર માંધાતા ગ્રુપના કોળી સમાજના આખા ગુજરાતમાંથી રાજુભાઈ સોલંકીની આગેવાની હેઠળ આગેવાનો ખોડલધામ મા ખોડલના દર્શન કરવા પધાર્યા હોવાથી તેમનું હાર્દિક સ્વાગત કરું છું. મંદિરે દર્શન કર્યા બાદ બેઠક યોજાઇ હતી. બેઠકમાં બંને સમાજ એક થાય અને બંને સમાજ જ્યાં પણ બેયને જરૂર પડે ખભેખભો મીલાવી કાર્ય કરે એવો અત્યારે નિર્ણય કર્યો છે. ગુજરાત વિધાનસભામાં ૧૮૨ બેઠક છે, ત્યારે રાજકારણમાં જોડાવા માટે સચોટપણે મને દરેક સમાજમાંથી આહવાન થાય અને મીડિયા સમક્ષ એ વાત મૂકુ એ સાચો દિવસ હશે. ગુજરાતનો વિકાસ પાટીદાર અને કોળી બંને સમાજ ઇચ્છે છે.મારે રાજકારણમાં જોડાવા માટે મોટા હોદ્દાની બિલકુલ રાહ જોવાઇ રહી નથી.
કોળી સમાજના આગેવાનોએ ખોડલધામ ચેરમને નરેશ પટેલ સાથે મિટિંગ કરી હતી. 
જેમાં બંને સમાજ એક થઇને ગુજરાતનો અને સમાજનો વિકાસ કરવાની ચર્ચા થઇ હતી. જયારે નરેશ પટેલના રાજકારણ પ્રવેશ માટે ફરી એકવાર રહસ્ય રહયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here