વડોદરા : જુમ્મા મસ્જિદવાળા પીરબાવાના 34 ઉર્સનો ભવ્યાતિભવ્ય પારંભ સાથે ભવ્ય ઝૂલુસ નીકળ્યો…

વડોદરા, ઇરફાન શેખ :-

સદભવનાં અનેં શાંતિ ઉપદેશ થકી માનવતાની સેવા કરનારા સુફિવાદના પ્રચારક અનેં કાદરી કુળની 25 મી પેઢીના સંત પીર સૈયદ પીર સૈયદ અઝીમે મિલ્લત એટલે કે શહેરની ખાનકાહે એહલે સુન્નતના સ્થાપક જુમ્મા મસ્જિદવાળા પીરબાબાના 34માં ઉર્સનો જુલુસે સંદલ સાથે ભારે ભક્તિમય વાતાવરણમાં આરંભ થયો હતો શુક્રવારે બપોરે 3:30 કલાકે અજબડીમિલ યાકુતપુરાથી દાદીપતિ હજરત સૈયદ મોઇનુદીન જીલાની કાદરી સાહેબની રાહબરી માં સંદલ નું ભવ્ય જુલુસ નીકળેલ. જેમાં મહાન પયગમ્બર સાહેબ અનેં તેમના પ્રિય સાથિયો અનેં સૂફી જગતના મહાન ઓલિયાના ભક્તિગીતો સાથે વડોદરા ઉપરાંત હાલોલ કાલોલ સુરત પેટલાદ વગેરે વિવિધ શહેરોના રિફાઈ ગ્રુપના ભાવિકોએ આધિ્યાત્મિક સૂરોની રંગત પ્રસરાવી દીઘી હતી. જુલુસમાં સામેલ ગાદીપતી તેમજ દેશભરના અગ્રણી પીરજાદાઓનું ઠેક ઠેકાણે ફુલહાર તેમજ ઉર્સના વધામણાં બેનરો લગાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમી સાંજે સદર જુલુસ માંડવી પોંહચતા ભારતીય મરાઠા મહાસંગના અગ્રણીઓ ધ્વરા ગાદીપતીનું સ્વાગત કરવામાં આવ્યું હતું જયારે પાણીગેટ પાસે રાણા સમાજ, કહાર સમાજ, બાવચાવાડ યુવક મંડળ તેમજ મહાદેવ યુવક મંડળ ગોવિંદરાવ પાર્કના આગેવાનો દ્વારા પણ વધામણાં સાથે સ્વાગત થતા સમાજમાં કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતાં. મોડી સાંજે જુલુસ મેમણ કોલોની ધનાની પાર્ક સ્થિત દરગાહ શરીફ પર પહોંચ્યું હતું ત્યારબાદ સંદલ – ચાદર અનેં ગુલપોશી ની પરંપરાગત વિધી થઈ અનેં ગાદીપતિની સર્વે કલ્યાણની દુવાઓ બાદ કાદરી લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આવી કાળઝાદડિગ્રી 45 ગરમી માં પોલીસ પ્રશ્રશન ના અધિકારીઓ ઉભા પગે ફરજ પર હાજરી આપી હતી અને પીર અઝીમે મિલ્લત શ્રદ્ધાંળું ઓ એ પણ આવી કાળ જાડગરમી માં હાજરી આપવા બદલ ખાનકાહે એહલે સુન્નત ના જુમ્મા વાળા બાવા એ આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here