જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

લોકસભા સામાન્ય ચૂંટણી
૨૦૨૪ અન્વયે ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે નિમવામાં આવેલા નોડલ અધિકારીશ્રીઓની બેઠક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ નોડલ અધિકારીઓને પરસ્પર સંકલનમાં રહીને આ ચૂંટણી મૂકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા સોંપવામાં આવેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતુ.
આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ કમિટીના નોડલ અધિકારીશ્રીઓએ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે તેમના દ્વારા કરેલ કામગીરી તથા કરવાની થતી કામગીરી વિશે પ્રેઝન્ટેશન રજૂ કરીને જાણકારી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિનકુમાર, નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ સહિત વિવિધ કમિટીના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here