છેલ્લા ત્રણ વર્ષથી રાજય બહારનો રંગપુર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હાના આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા રાજયના પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓ અને નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની ડ્રાઈવ ચાલતી હોય જે અંગે શ્રી સંદિપસીંધ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી આર.વી.ચુડાસમા સાહેબ, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી અને જેલ ફરારી કેદીઓ તેમજ નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ જે અનુસંધાને શ્રી કે.કે. પરમાર. પોલીસ સબ ઈન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કવોડ, છોટાઉદેપુર નાઓની સુચના હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે રંગપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૮૨૧૦૨૯૬/૨૦૨૧ L.P.C કલમ ૩૮૦, ૪૫૭ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પોતાના અંગત કામકાજ અર્થે બંદલા ગામે આવતો હોવાની મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે વાહન ચેકિંગ દરમ્યાન મળી આવતાં તેને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે CRPC 41(1) I મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે રંગપુર
પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here