સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ છોટાઉદેપુર આયોજિત G-20 વસુદેવ કુટુંબકમ One Earth,One Family ,One Future થીમ આધારિત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ આજરોજ શ્રી નવજીવન હાઇસ્કુલ બોડેલી મુકામે યોજવામાં આવ્યો હતો જેમાં બાળ કવિ સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બારીયા ક્રિષ્ના ગોપાલભાઈ અને સંગીત ગાયન સ્પર્ધામાં માધ્યમિક વિભાગની તડવી સુહાની મહેશભાઈ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ટ્રોફી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે સ્પર્ધામાં શ્રેષ્ઠ પરફોર્મન્સ કરવા બદલ સંખેડા સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ તથા શાળા પરિવાર ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે.