“મારી માટી,મારો દેશ–માટીને નમન,વીરોને વંદન”અંતર્ગત કાલોલ તાલુકા પંચાયત ખાતે ‘અમૃત કળશ’ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા“મારી માટી,મારો દેશ-માટીને નમન,વીરોને વંદન અભિયાન દ્વારા નાગરિકોમાં દેશની એકતા, અખંડિતતાને વધુ પ્રબળ બનાવવાનાં હેતુથી સમગ્ર દેશની સાથે પંચમહાલ જિલ્લા કાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાના અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિતિ રહ્યા હતા. મારી માટી, મારો દેશ’ અભિયાન મુખ્ય ઉદેશ દેશની માટીનું ઋણ અદા કરવા અને આઝાદી માટે ત્યાગ,બલિદાન આપનારા મહાનાયકો,વીરો, શહીદોના સન્માનમાં દેશના તમામ ગામોમાંથી માટીને એકત્રિત કરીને કરીને દિલ્હી ખાતે પહોંચાડવાના હેતુ સાથે આયોજિત આ યાત્રાનો એક હેતુ દેશની નવી પેઢી અને નાગરિકોમાં દેશભાવના જગાવવા માટેનો છે.જે કાલોલ તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયત ખાતે યોજાયો હતો જેમાં‘અમૃત કળશ’ યાત્રાનો કાર્યક્રમમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત તાલુકા પંચાયત સમિતિના પ્રમુખ-સભ્યઓ સાથે તાલુકા ભાજપના હોદ્દેદારો અને વિસ્તારનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here