છોટા ઉદેપુર નગરમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો, પોલિસ બંદોબસ્ત સાથે કાફલો રોડ ઉપર ઉતરી આવ્યો

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટા ઉદેપુર નગર ની મધ્યમાં આવેલ કુસુમ સાગર તળાવ ની ફરતે ગ્રામિણ વિસ્તારો તથા નગરમાંથી મોટી માત્રા માં શાકભાજી, મરી મસાલા, ફ્રૂટ, જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચવા નાના મોટા વેપારીઓ આવતાં હોય છે. જેઓ પથારા પાથરી વેપાર અર્થે તળાવ ની ફરતે બેસતા હતા. પરંતુ સાંજ ના સમયે જગ્યા ખાલી કરી દેતા હતા. તળાવની ફરતે રોડ પર બેસતાં વેપારીઓ ના કારણે ટ્રાફિક ને ભારે નડતર રૂપ હોય અને અક્સ્માત થવાની શક્યતા ઓ હોય અને વાહન ચાલકો ને ભારે અવરોધ રૂપ થતાં હોય જેથી આજરોજ પોલિસ કાફલા સાથે નગરપાલિકા નો તમામ સ્ટાફ દબાણો દૂર કરવા માટે સવારે 8:00 કલાકે નીકળ્યા હતા અને તળાવ કિનારે આવેલ તમામ 65 જેટલા દબાણો દૂર કરી દેવામાં આવ્યાં હતાં.ફેબ્રુઆરી માસમાં નગરપાલિકાની મુદત પૂર્ણ થતાં નગરપાલિકાનો વહીવટ હાલમાં વહીવટ દરને હવાલે છે. પરંતુ દબાણો દૂર કરવામાં આવતા હતા ત્યારે કોઈ નેતા ફરક્યાં ન હતા વોટ લેવા બધા આવી જાય છે તેવી ચર્ચાઓ સ્થાનિક વેપારીઓમાં ચાલતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર નગર ની મધ્યમાં આવેલ કુસુમ સાગર તળાવ ની ૩.૫૦ કરોડ ના અંદાજિત ખર્ચે બ્યુટી ફિકેશન ની કામગીરી ચાલતી હોય જે કામગીરી માં તળાવ કિનારે પથારા કરીને બેસતાં વેપારીઓ નડતર રૂપ હોય સાથે તંત્ર ના જણાવ્યા મુજબ તળાવમાં ગંદકી ફેલાવવામાં કારણ રૂપ હોય તથા વારંવાર સૂચના આપવાં છતાં કોઇ અમલ ન થતો હોય તેના કારણે આજરોજ તંત્ર દ્વારા આક્રમક પગલાં ભરવામાં આવ્યા હતા. નગરપાલિકા ના ગૌરવપથ ઉપર આવેલ તળાવની ફરતે તમામ પ્રકારના કાચા દબાણ જેવાકે મરી મસાલા, ફળફળાદી, શાકભાજી વાળા ને પોલિસ ની મદદ થી શાંતિપૂર્ણ રીતે ૬૫ જેટલાં પથારા કરી બેસતાં વેપારીઓ ને હટાવી દીધા હતા. અને પાલીકા દ્વારા બનાવવા માં આવેલાં શાક માર્કેટ માં ખસેડવા માં આવ્યાં હતાં. દબાણ ખુલ્લું થતાં તળાવ ના બ્યુટી ફિકેશન નું કામ કરતી એજન્સી દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

બોક્સ – 1
છોટા ઉદેપુર નગર માં વેપાર કરી રોજીંદુ પેટિયું રળતા લારી ગલ્લા અને પથારા વાળા વેપારીઓ ને બેસવા માટે શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે. પરતું એ જગ્યા ખુબજ સાંકડી હોય પૂરેપૂરા વેપારીઓ ત્યાં સમાઈ શકતા નથી. તેના કારણે બહાર બેસવાનો વારો આવે છે. બજાર માં રખડતા પશુઓના ત્રાસ ના કારણે અક્સ્માત નો પણ ભય રહે છે. ભૂતકાળમાં પશુઓના હાંકતા અચાનક પશુ દોડતા બાઇકચાલકો અકસ્માત નું ભોગ બનવું પડ્યું હતું. પરતું પથારા કરીને બેસતાં વેપારીઓ જગ્યા ના અભાવ ને લીધે જાય તો ક્યાં જાય ? જેના કારણે ભારે મુશ્કેલી ઉભી થઇ રહી છે. તંત્ર એ વધું મોટી જગ્યા ફાળવણી કરી વેપારીઓ ના પ્રશ્ન ને કાયમી ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ ઉઠી છે.

છોટાઉદેપુર નગરમાં ઝંડાચોક ખાતે વર્ષોથી બસ આવતી નથી. પહેલાના સમયમાં એસ ટી ડેપો એથી નીકળી તથા બહારથી આવેલી બસ એસ ટી ડેપો ઉપર જતા પહેલા નગરની મધ્યમાં ઝંડાચોક ખાતે બનાવવામાં આવેલ એસ ટી બસ પિકપ સ્ટેન્ડ ખાતે આવતી હતી. જેનાથી ડેપોએ જવા માટે રીક્ષા કે ખાનગી વાહનોનો સહારો લેવો પડતો ન હતો અને સ્થાનિક મુસાફરોને ભારે રાહત રહેતી હતી. હાલમાં શારીરિક કષ્ટ હોય એસ ટી ડેપો સુધી જવું પડે તેના કારણે વૃદ્ધ મુસાફરોને ભારે તકલીફ વેઠવાની આવી રહી છે. હવે રસ્તાના દબાણો હટી ગયા છે. જેથી તાત્કાલિક બસો નગરમાં આવે તે અંગે એસ ટી વિભાગ જાગે તેવી પ્રજાની અને મુસાફરોની માંગ છે.

છોટા ઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર ભાવીનભાઈ બરજોડ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે કુસુમ સાગર તળાવ નું બ્યુટી ફિકેશન નું કામ ચાલી રહ્યું છે. જેમાં દબાણો અવરોધ રૂપ બનતા હતા તથા ટ્રાફિકની સમસ્યા જટિલ બની ગઈ હતી સાથે સાથે તળાવ ની અંદર ગંદકી ફેલાવવામાં ભૂમિકા હોય જેના કારણે આજરોજ તળાવ કીનારા ના તમામ દબાણો દૂર કરી દેવામાં આવ્યાં છે. હવેથી કોઈપણ વેપારીને તળાવ કિનારે બેસવા દેવામાં આવશે નહી. તેમ જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here