કાલોલ નગરપાલિકાના નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ દ્વારા વિધિવત પૂજા કરીને ચાર્જ લીધો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

હાલમાં જ નવા વરાયેલા કાલોલ નગરપાલિકાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય તથા ઉપપ્રમુખ નારણભાઈ કાછિયા અને કારોબારી અધ્યક્ષ યુવરાજ સિંહ રાઠોડ પાલિકાના સભ્યોની હાજરીમાં નગરપાલિકા ની ઓફિસમાં ગણપતી બાપાની વિશેષ પૂજા કરી ચાર્જ લીધો હતો. તેઓની પૂજા વિધિમાં કાલોલ ભાજપ શહેર પ્રમુખ ગૌરાંગભાઈ દરજી તથા પાર્ટીના કોર્પોરેટરો અને અપક્ષ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ભાજપના ચૂંટાયેલા પાંચ મહિલા કોર્પોરેટરો પૈકી ચાર મહિલા કોર્પોરેટરો કોઈ અગમ્ય કારણોસર ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળેલું. ચાર્જ લીધા બાદ તમામે નગરના વિકાસના નવા સોપાનો સર કરવા ની મહત્વકાંક્ષા દર્શાવી હતી. નવા વરાયેલા હોદ્દેદારો ના સગા સંબંધીઓ તેમજ શુભેચ્છકો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા તમામ હાજર લોકોએ પ્રમુખ પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ને શુભેચ્છાઓ આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here