છોટાઉદેપુર જિલ્લામાં કેર ઇન્ડિયા દ્વારા 950 પશુઓને રસી આપવામાં આવી…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

HDFC બેન્ક પરિવર્તન અને કેર ઇન્ડીયા છોટાઉદેપુર એચ.ડી.એફ.સી. બેન્ક પરિવર્તનના નાણાંકીય સહયોગથી કેર ઇન્ડીયા સોલ્યુશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (કેર ઇન્ડીયા) દ્વારા છોટાઉદેપુર જિલ્લાના છોટા ઉદેપુર અને જેતપુર પાવી તાલુકાના ૪૫ ગામોમાં ખેતી અને સંલગ્ન સમૂહોના મજબુતીકરણ દ્વારા નાના ખેડૂતોનું ક્ષમતાવર્ધન કરવું પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેતી, પશુપાલન, જળ-જમીન સંરક્ષણ, સ્વસહાય જૂથોનું મજબુતીકરણ અને તેમના માટે એન્ટરપ્રાઇઝ ઉભી કરવી વગેરે વિષય પર વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરીના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિજોલ,ઝોઝ અને કેવડી ગામમાં જિલ્લા પશુપાલન અધિકારી ડો.સ્નેહલ પટેલ સાહેબ અને કેર ઇન્ડીયા છોટાઉદેપુરના મેનેજર રમેશ મકવાણા સાહેબના માર્ગદર્શન અનુસાર પશુપાલન વિભાગ છોટાઉદેપુર દ્વારા પશુ આરોગ્ય અને રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૫૦ ગાય,ભેસ અને બળદને ખરવા મોવસાની રસી,૬૬ ગાય ભેશને ગાયનેક સારવાર અને ૧૧૨ પશુ તથા બકરાને કૃમિ નાશક દવાઓ આપવામાં આવી હતી.
આ પશુ આરોગ્ય અને રસીકરણ કેમ્પમાં ગામના સરપંચ ,ગામના આગેવાનો,દૂધ મંડળી ,એફ. એફ.એસ ગ્રૂપ અને સખી મંડળના બહેનોએ ખુબજ ઉત્સાહથી સહકાર આપી પશુ આરોગ્ય અને રસીકરણ કેમ્પમાં વધુને વધુ પશુપાલકોને લાભ મળે તેના માટે સરાહનીય પ્રયત્નો કર્યા હતા. .પશુ આરોગ્ય અને રસીકરણની સાથે સાથે પશુની સાર સંભાળ અને તેનું કૃષિની સાથે જોડાણ કરીને વધુ દૂધ ઉત્પાદન મેળવીને કેવી રીતે વધુ આવક મેળવી શકાય તેના વિશે ખુબજ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here