શહેરા તાલુકાના લાભી ગામે નવરાત્રીના આઠમનું હોમહવન કરવામા આવ્યું 

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

બહુચરાજી યુવક મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે

પંચમહાલ જીલ્લામા નવરાત્રી મહોત્સવ નિમિત્તે આઠમના નોરતાને લઈને કેટલીક જગ્યાએ હોમહવનનુ આયોજન કરવામા આવ્યુ હતું જેમા શહેરા તાલુકાના લાભી ગામે આઠમનું હોમહવન કરવામા આવ્યુ હતું, કોરોનાની મહામારી  સરકાર દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી બંધ રાખવામા આવી હતી.પરંતુ ભકતોની આસ્થાને લઇને સોશિયલ ડીસટન્સ સહિતની બાબતોને ધ્યાનમા રાખીને માતાજીના આરતીની મંજુરી આપવામા આવી હતી.જેને લઇને પંચમહાલ જીલ્લામાં પણ વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં પણ ગરબા સ્થાપન કરવામા આવેલ હતૂ,જેમા ભકતો દ્વારા આરતીપુજા ભક્તિ અને શક્તિ સાથે કરવામા આવતા હતા.શહેરા તાલુકા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ ગરબા સ્થાપન કરવામા આવ્યુ  હતુ.લાભી ગામના બહૂચરાજી યુવક મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવની રમઝટ બોલાવામા આવે છે.આ વર્ષે કોરોના મહામારીને કારણે નવરાત્રી ગરબા આયોજન યુવક મંડળ રદ કરવામા આવ્યુ હતુ.અને માતાજીના ગરબા તેમજ જવારા વાવીને સ્થાપન કરવામા આવેલ હતુ.જેમા આરતી પૂજન કરવામા આવતા હતા.આસો નવરાત્રીમા આઠમનુ વિશેષ મહત્વ છે.જેના લઇને આઠમનો હોમહવન શાસ્રોકત વિધી સાથે કરવામા આવ્યો હતા.જેમા નાળિયેર-પુજાપો સહિત ધરાવામા આવ્યુ હતૂ.જેમા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.લાભી ગામના ગ્રામજનોએ દેશ-દુનિયા  કોરોનાની મહામારીથી મૂકત થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here